અમદાવાદ: આપણા સમાજમાં માંને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અને ગોળ વિના સૂનો કંસારમાં વિના સૂનો સંસાર, માં તે માં બીજા બધા વગડાના વા આવી અનેક કહેવતો માં માટે બનાવવામાં આવી છે. પરંતુ ક્યારેક કપૂતોની (son beaten mother) હરકતો આ કહેવતો જાણે કે લાંછન લગાવતા હોય તેવા
શરમજનક કિસ્સો પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો શહેરના (Ahmedabad letest news) કાગડાપીઠ વિસ્તારમાં જોવા મળ્યો છે.
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા પુત્રએ દારૂ પીવા માતા પાસે પૈસા માગ્યા હતા. જો કે, માતાએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પુત્રએ માતાને માર માર્યો હતો. આ મામલે માતાએ કાગડાપીઠ પોલીસ મથકમાં (kagdapith police station) પુત્ર સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ પુત્ર માતાને માર મારતો હતો. જેથી આ મામલે માતાએ તેની સામે અરજી કરી હતી.
શહેરના ગીતામંદિર વિસ્તારમાં આવેલ રામપુરાની ચાલી ખાતે 65 વર્ષીય વિધવા અમથીબહેન પરમાર પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેમના પતિ બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને ચાર સંતાન છે. જેમાં પરષોત્તમ ઉર્ફે મુકલો સિવાય તમામ સંતાનના લગ્ન થઇ ચુક્યા છે. પરષોત્તમ કંઇ કામ ધંધો કરતો નથી અને અવાર નવાર દારૂ પીવાની ટેવ ધરાવે છે. તે દારૂ પીવે ત્યારે માતા સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો પણ આપતો હતો.
આ પણ વાંચોઃ-
દિકરાનો સતત ત્રાસ હોવાને તથા માથાભારે શખસ હોવાથી માતાએ તેની વિરુધમાં કાગડાપીઠ પોલીસ મથકમાં અગાઉ પણ અરજી આપી હતી. 20મીના રોજ સવારે નવ વાગ્યે અમથીબહેન તેમના દિકરા હરીષ સાથે ઘરે હાજર હતા. ત્યારે પરષોત્તમ બહારથી આવ્યો હતો. તેણે દારૂ પીવા માટે અમથીબહેન પાસે પૈસા માગ્યા હતા.
આ પણ વાંચોઃ-
જો કે, માતાએ પૈતા આપવાની ના પાડી દીધી હતી. જેથી પરષોત્તમ એક દમ ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. તેથી માતાએ ગાળો બોલવા ના પડી હતી. ત્યારે ઉશ્કેરાયેલા પરષોત્તમે લાફો મારી દીધો હતો અને ધક્કો મારે નીચે પાડી દીધો હતો.
આ સમયે બુમાબુમ કરતા બીજો દિકરો સહિતના લોકો ત્યાં આવી ગયા હતા અને માતાને મારમાંથી છોડાવી હતી. આ સમયે પરષોત્તમ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. ભાગતા ભાગતા તેણે ધમકી આપી હતી કે, આજે તો તુ બચી ગઇ પરંતુ બીજીવાર તો તને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ અમથીબહેન બીજા દિકરા સાથે કાગડાપીઠ પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં તેમણે તેમના દિકરા પરષોત્તમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.