અમદાવાદ : પુત્રએ પિતાને માર મારી ધમકી આપી, 'ફરી વચ્ચે પડીશ તો ટાંટિયા તોડી નાંખીશ'

અમદાવાદ : પુત્રએ પિતાને માર મારી ધમકી આપી, 'ફરી વચ્ચે પડીશ તો ટાંટિયા તોડી નાંખીશ'
સેટેલાઇટ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીની જબ્બે કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Lockdownમાં ઘરમાં થયેલા ઝઘડામાં પુત્રએ પિતાને માર માર્યો, અમદાવાદના પોર્શ વિસ્તાર સેટેલાઇટમાં કળિયુગના દીકરાએ પિતાને ઢોર માર માર્યો

  • Share this:
અમદાવાદ :  એક તરફ દેશ માં કોરોના ને લઈ મહામારી ચાલી રહી છે અને એવા માં કંઈ રીતે બચી શકાય તે માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે એવી ઘટનાઓ સામે આવે છે જે ખરેખર ચિંતાજનક છે. એક પુત્રએ ઘરના ઝઘડામાં પિતાને ઢોર મારીને ઇજાગ્રસ્ત કરી દીધા હતા.  વધુમાં દીકરાએ પિતાને ઢોર માર મારીને ધમકી આપી હતી કે જો ફરી વચ્ચે પડીશ તો ટાંટિયા ભાંગી નાંખીશ.

અમદાવાદના અતિ પોર્શ સેટેલાઇટમાં એક ઘટના સામે આવી છે અને જેમાં એક વ્યક્તિએ સામાન્ય બાબતે પોતાના પિતા ઉપર હુમલો કરી નાખ્યો છે. પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે માર માર્યા બાદ પણ આરોપી પુત્રે પિતા ને ધમકી આપી અને ફરી વચ્ચે આવીશ તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી દીધી છે.આ પણ વાંચો :  15 લાખ આપ નહીં તો તારી છોકરીના કારનામાના ફોટો, Video viral કરી દઈશ,' કોન્સ્ટેબલની ધમકી

વાત કઈ એમ છે કે ફરિયાદી અને તેમનો નાનો દીકરો એક સાથે રહે છે અને નાનો પુત્ર પોતાની પત્ની સાથે બબાલ કરી રહ્યો હતો તે સમય ફરિયાદી વચ્ચે પડી બબાલ શાંત કરાવવા ગયા હતા પરંતુ આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો અને ઈંટો લઈ પિતા ઉપર હુમલો કરી નાંખ્યો. ત્યારબાદ આરોપીની માતા વચ્ચે પડી ફરિયાદીને બચાવ્યો.આ સમગ્ર વાત ની જાણ તે ઘરે આવી ગયા અને પોલીસ ને જાણ કરી પોલીસ આવી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી છે અને આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આવા સમયે પુત્ર ને પિતાનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ આવી ઘટના અનેક સવાલ ઉભા કરી નાખે છે.

 
Published by:News18 Gujarati
First published:May 26, 2020, 14:49 pm

ટૉપ ન્યૂઝ