ઘોર કળિયુગ! મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં કહીને પુત્રએ સગા બાપને માર્યો માર


Updated: January 27, 2020, 9:01 AM IST
ઘોર કળિયુગ! મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં કહીને પુત્રએ સગા બાપને માર્યો માર
પ્રતિકાત્મક તસવીર

સંતાનને કારણે માતા પિતાને રોવાનો વારો આવ્યો હોય તેવો એક કિસ્સો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બન્યો છે.

  • Share this:
અમદાવાદ : સંતાનને કારણે માતા પિતાને રોવાનો વારો આવ્યો હોય તેવો એક કિસ્સો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બન્યો છે.  પુત્રએ પિતાને ધમકીઓ આપીને માર માર્યો છે. સામાજીક પ્રસંગમાં પરિવાર હાજરી આપી પરત આવ્યા ત્યારે પુત્રએ તેના પિતાને ધમકી આપી હતી કે, તેને પૂછ્યા વગર તેઓ કેમ ગયા. આવા બધા પ્રસંગોમાં જવું હોય તો તેને પૂછીને જ જવાનું નહિ તો મારી નાખશે. આવી ધમકીઓથી કંટાળીને પિતાએ જ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિની પત્નીને ધમકી, 'જતી રહે નહીં તો પતાવીને કેનાલમાં ફેંકી દઇશ'

મીઠાખળીમાં રહેતા દિનેશભાઇ કબીરા કે.કા.શાસ્ત્રી કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. ગત તા. 25મીએ ધંધુકા ખાતે માતાજીનો માંડવો હોવાથી તેઓ પત્ની અને મોટા પુત્ર સાથે ધંધુકા ગયા હતા. 26મીએ આ પ્રસંગ પતાવી તેઓ ઘરે આવ્યા અને તેમનો પુત્ર કોઇ કામઅર્થે નીકળી ગયો હતો અને પત્ની પણ નોકરી કરતા હોવાથી તેઓ પણ ઘરેથી નીકળ્યા હતા. બાદમાં તેમનો નાનો પુત્ર અલ્પેશ ઘરે આવ્યો અને દિનેશભાઇને કહેવા લાગ્યો હતો કે, તમે મને પૂછ્યા વગર કેમ સગા સંબંધીના ઘરે જાવ છો, મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહિ. આટલું કહીને તેણે તેના જ પિતાને જોરથી નાક પર ફેંટ મારી દીધી હતી.

આ પણ વાંચો : રાજ્યનાં આ વિસ્તારોમાં બે દિવસ માવઠાની આગાહી, 48 કલાક બાદ ફરી ઠંડીનો ચમકારો વર્તાશે

લોહીલુહાણ હાલતમાં પિતા તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પહેલા તેમણે પુત્ર સામે ફરિયાદ નોંધાવી અને બાદમાં સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યાં ડોક્ટરે નાકના હાડકામાં ફ્રેક્ચર થયુ હોવાથી સર્જરી કરાવવાનું કહ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તાસ હાથ ધરી છે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर