અમદાવાદઃ એક લાખ રૂપિયા આપવાની ના પડાતનાર પિતાને પુત્રએ કર્યા લોહીલુહાણ, બહેનને પણ ફટકારી

અમદાવાદઃ એક લાખ રૂપિયા આપવાની ના પડાતનાર પિતાને પુત્રએ કર્યા લોહીલુહાણ, બહેનને પણ ફટકારી
પ્રતિકાત્મક તસવીર

દીકરાએ આવી પિતા રાજુભાઈને ગાળો બોલી એક લાખ રૂપિયા માગ્યા હતા, જોકે પિતાએ મારી પાસે પૈસા નથી, હું ક્યાંથી લાવીને આપું એમ કહેતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

  • Share this:
અમદાવાદઃ સંતાનને માતા-પિતાની ઘડપણની લાકડી માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ લાકડી માર સ્વરૂપે ઘરડાં માતા-પિતાને પડે તો શું? આવો જ એક કિસ્સો રખિયાલ (Rakhiyal) વિસ્તારમાં બન્યો છે અને સંતાનના કારણે પિતાને રોવાનો વારો આવ્યો છે. પિતાએ પૈસા આપવાની ના પાડતાં દીકરાએ સ્ટીલનું ઢાંકણું માથામાં મારી (son attack on father) હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

રખિયાલની ગવર્નમેન્ટ જી લોકોનીમાં રહેતા રાજુભાઈ સોલંકીએ દીકરા ગૌતમ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજુભાઈ બાળકો સાથે ભાડાના મકાનમાં રહે છે. ગૌતમ અવારનવાર તેના પિતા રાજુભાઈ સાથે પૈસાની માગણી કરે છે, જેથી રાજુભાઈએ તેને અગાઉ એક લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં તે બીજા એક લાખ રૂપિયા માગતો હતો, જેથી અગાઉ પણ દીકરાએ પિતા સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.ગઈ કાલે સાંજના સમયે રાજુભાઇ તેમના ઘર હાજર હતા ત્યારે તેમના દીકરાએ આવી પિતા રાજુભાઈને ગાળો બોલી એક લાખ રૂપિયા માગ્યા હતા, જોકે પિતાએ મારી પાસે પૈસા નથી, હું ક્યાંથી લાવીને આપું એમ કહેતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-

ગૌતમે ઘરમાં પડેલ સ્ટીલની કોઠીનું ઢાંકણું લઈ આવી પિતાના માથામાં મારી દીધું હતું, પિતાના માથામાં ઢાંકણું મારી દેતાં લોહીલુહાણ હાલતમાં રાજુભાઈ જમીન પર પટકાયા હતા. જો કે રાજુભાઈની દીકરી આ ઝઘડામાં વચ્ચે પડતા તેને પણ માર આરોપી એ માર માર્યો હતો.આસપાસના લોકો આવી જતાં ગૌતમ ત્યાંથી નાસી ગયો હતો. રાજુભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન રાજુભાઈએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:January 18, 2021, 17:33 pm

ટૉપ ન્યૂઝ