સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ પરત ફર્યો, મંદિર પર લગાવવામાં આવ્યા સુવર્ણ કળશ

સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ પરત ફર્યો, મંદિર પર લગાવવામાં આવ્યા સુવર્ણ કળશ
ફાઇલ તસવીર.

સોનાના મંદિર તરીકેનો ઇતિહાસ ધરાવતું સોમનાથ મંદિર ફરી એકવાર પોતાનાં સુવર્ણ ઇતિહાસને પ્રાપ્ત કરી રહ્યું છે.

  • Share this:
અમદાવાદ: પ્રથમ જ્યોતિર્લિંગ એવા જગવિખ્યાત સોમનાથ મંદિર (Somnath Temple)ને શિખરોને સુવર્ણ કળશથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોનાથી મઢેલા સુવર્ણ કળશ (Gold plated Kalash) મંદિરના શિખર પર લગાવામાં આવી રહ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. શિખર પર રહેલા તમામ પેટા શિખરને સુવર્ણ કળશથી મઢવામાં આવશે. સોનાના મંદિર તરીકેનો ઇતિહાસ ધરાવતું સોમનાથ મંદિર ફરી એકવાર પોતાનાં સુવર્ણ ઇતિહાસને પ્રાપ્ત કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષો દરમિયાન સોમનાથ મંદિરમાં તબક્કાવાર સોનાથી મંદિર મઢવાની કામગીરી ચાલતી રહે છે.

આ અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લેહરીએ જણાવ્યું કે, "વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરમાં


11 મે, 1951ના રોજ લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારથી જે કોઈ ટ્રસ્ટી મંડળમાં હતા તેઓનું એક સ્વપ્ન હતું કે ઇતિહાસકારોએ સોમનાથનો જે ભવ્ય ઇતિહાસ વર્ણવેલો છે તેવું મંદિર બનાવવાનો પ્રયાસ કરવો. આસ્થાના સ્થળ એવા પ્રથમ જ્યોતિર્લિંગને વારંવાર લૂંટવામાં આવ્યું હતું, આથી તેનું ફરીથી નિર્માણ કરવાનું સપનું સ્વતંત્ર ભારતમાં કરોડો લોકોએ જોયું હતું. લોકો ઇચ્છી રહ્યા હતા કે સોમનાથ મંદિરની જાહોજલાલી અને ઝાકઝમાળ પાછી આવે. આ માટે લોકો આતુર હતા."

આ પણ વાંચો: 

"સોમનાથ મહાદેવની કૃપાથી વર્ષે 2012માં મુંબઈના જાણીતા હીરા વેપારી દિલીપભાઈ લખી અને તેમના પરિવારે સંકલ્પ કર્યો કે 1 ટન જેટલું સોનું અનુકૂળતાએ દાન આપી મંદિરનો વૈભવ પાછો લાવવો. એમણે 130-135 કિલો સોનું આપ્યું હતું, જેનાથી ગર્ભગ્રહ અને સભા મંડપના 10 થાંભલા બન્યા હતા. શિખર પર પણ સોનાનું આમડું અને ધજા દંડ બન્યો હતો. અનેક લોકોની માગણી હતી કે એક પરિવાર કરે તે સારું છે પરંતુ અનેક શિવ ભક્તોને પોતાનું પ્રદાન કરવાની તીવ્ર ઇચ્છા હતી. બીજી તરફ મંદિરના આગળના ભાગમાં આવેલા 1,451 કળશને સેન્ડ સ્ટોનને કારણે નુકસાન થતું હતું. આથી તેના સ્થાને તાંબાના કળશ પર સોનાની વરખ ચડાવી મૂકવામાં આવે તો મંદિરનો ઝળહળાટ વધી જાય. આ કાર્ય ત્રણ વર્ષ પહેલાં ચાલુ થયું હતું. લગભગ 50 ટકા કળશ માટેના દાતાઓ મળી ગયા છે," તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ જુઓ-

ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, "મોટી સંખ્યામાં દાતાઓનો ઉત્સાહ અમને જોવા મળે છે. એટલે સોમનાથનો સુવર્ણ વૈભવ પાછો આવે એવી જ અનેક શ્રધ્ધાળુની શ્રદ્ધા છે. અમે આ કામ પૂરું કરવાની શરૂવાત કરી છે. આ 15 જાન્યુઆરી સુધીમાં અમારી પાસે 700 કળશ તૈયાર થઈ ગયા હશે. જેમ જેમ કળશ બનશે તેમ તેમ તેને ચઢાવી રહ્યા છીએ."
Published by:Vinod Zankhaliya
First published:December 28, 2020, 18:53 pm