હાર્દિક પટેલની તબિયત અંગે સોલા સિવિલના ડોક્ટરોએ આપ્યું આવું નિવેદન

News18 Gujarati
Updated: September 7, 2018, 8:51 PM IST
હાર્દિક પટેલની તબિયત અંગે સોલા સિવિલના ડોક્ટરોએ આપ્યું આવું નિવેદન
હાર્દિક પટેલ અંગે વાત કરતા સોલા સિવિલના ડોક્ટર

ઉપવાસના 14માં દિવસે બપોર પછી હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • Share this:
ઉપવાસના 14માં દિવસે બપોર પછી હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હાર્દિકને મિત્રોની સમજાવટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વાત આવી રહી છે. સાથે સાથે પાસ કન્વીનરો તેની તબિયત વધારે બગડી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વાત કરી રહ્યા છે. આ સાથે સોલા સિવિલના ડોક્ટરોએ પણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે હાર્દિક પટેલની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે હાર્દિકના એકપણ અંગે ડેમેજ ન હોવાનું પણ ડોક્ટોરએ જણાવ્યું હતું.

સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, "હાર્દિક પટેલની તબિયત અત્યારે સ્થિર છે. સાથે સાથે તેમના કોઇજ અંગને ડેમેજ થયું નથી. સોલા સિવિલના ડોક્ટરો હાર્દિક પટેલને સારી સારવાર આપી રહ્યા છે."

હાર્દિક પટેલની તબિયત અંગે ડોક્ટરોએ જાહેર કરેલું હેલ્થ બુલેટિન


હાર્દિક પટેલના ડોક્ટરનું કહેવું છે કે, હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનું નિવેદન આપી રહ્યા છે.આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે, "હાર્દિક પટેલના ડોક્ટરને જાણ કરીને હાર્દિકની સારવાર કરવામાં આવી રહી છે. અને તેઓ સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કામગીરીથી સંતુષ્ઠ છે. પલ્સ, બ્લડ પ્રેશર, ઓક્સિજન માત્રા હાલ નોર્મલ છે. લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાર્દિક પટેલને ગ્લુકોઝની બોટલ ચડાવાઇ રહી છે. ગ્લુકોઝ ચડાવવાથી હાર્દિકની અશક્તિ દુર થશે."

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલનું પહેલું ટ્વીટ

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે પહેલી વખત ટ્વીટ કર્યું છે. જેમાં તેણએ જણાવ્યું છે કે, "આમરણાંત ઉપવાસ આંદલનના 14માં દિવસે મારી તબિયત બગડવાના કારણે મને અમદાવાદની સોલા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. કિડનીને નુકસાન થયું હોવાનું જમઆવી રહ્યા છે. હજી સુધી ભાજપવાળા ખેડૂતો અને સમાજની માંગને લઇને તૈયાર નથી."
Published by: ankit patel
First published: September 7, 2018, 8:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading