સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા પાડતા, સોલા અને સેટેલાઈટના PI સસ્પેન્ડ

સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા પાડતા, સોલા અને સેટેલાઈટના PI સસ્પેન્ડ
સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ

સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ

 • Share this:
  હર્મેશ સુખડીયા, અમદાવાદ: સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. જો કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ મામલે પોલીસ પોલિટિકસના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  ડીજીપીના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા દિવસો અગાઉ સોલા વિસ્તારમાંથી દારૂ ઝડપયો હતો તેમજ આજે પણ ઓગણજ રોડ પર બંગલામાંથી દારૂ ઝડપાયો હતો. જેથી સોલા પીઆઈ પરાગ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં પણ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા જેમાં બેદરકારી બદલ સેટેલાઇટ પીઆઈ એમ.બી.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  રાજ્યની દારૂ અને જુગાર મામલે પોલીસ વડાએ બેદરકારી દાખવનારા પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. જેમાં અગાઉ અનેક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે સેટેલાઇટ પીઆઈના સસ્પેન્ડ મામલે ચર્ચા જાગી છે. રામદેવનગર વિસ્તારમાં દારૂ અને ગાંજો વેચવવા મામલે ખુદ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી અને પોલીસ પણ દરરોજ રામદેવનગર ટેકરા ખાતે પેટ્રોલીંગ કરતી હતી.

  અગાઉ સેટેલાઇટ વિસ્તારમાંથી દારૂ ઝડપાયો ત્યારે પોલીસવડાએ સસ્પેનશનની કાર્યવાહી કરી ન હતી પરંતુ અચાનક જ આજે સોલાની રેડ બાદ સસ્પેન્ડ કરતા ચર્ચા જાગી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વિઝીટ કરી હતી તેમજ દારૂ ન વેચવવા મામલે ટેકરાના લોકોને ખાતરી આપી હતી છતાં આજે અચાનક જ સસ્પેન્ડ કરાતા પોલીસ પોલિટિક્સમાં સેટેલાઇટ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.

  તો આ સસ્પેન્સન ને લઈને અધિકારીઓનું કહેવું છે કે સેટેલાઈટમાં જે વિજીલનસે રેડ કરી હતી તેમાં કુન્તલ ભટ્ટ વોન્ટેડ હતો. અને સોલામાંથી તે પકડાયો તે પણ સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે. વોન્ટેડ હોવા છતાં સેટેલાઇટ પોલીસે તેને ન પકડી શકી અને આરોપી કુન્તલ બેફામ દારૂનો ધંધો કરતો રહ્યો હતો જેથી સોલા અને સેટેલાઇટ પીઆઈને સસ્પેન્ડ કરાયા. જોકે કુન્તલ ભટ્ટ ના લીધે સસ્પેન્ડ કરાયા ની સાથે પોલીસ પોલિટિક્સ પણ હોવાની વાત અંદરખાને સાચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
  First published:June 03, 2019, 19:32 pm

  टॉप स्टोरीज