Home /News /madhya-gujarat /

અમદાવાદઃ મિત્રના મોત બાદ પિસ્તોલ વેચવા નીકળેલો યુવક ઝડપાયો, મરતા પહેલા આપી હતી સાચવવા

અમદાવાદઃ મિત્રના મોત બાદ પિસ્તોલ વેચવા નીકળેલો યુવક ઝડપાયો, મરતા પહેલા આપી હતી સાચવવા

એસઓજી પોલીસ

Ahmedabad Crime News: ત્રણ મહિના પહેલા મિત્રનું મોત (friend death) થતા યુવક આ હથિયારને વેચવા માટે નિકળ્યો હતો. એસઓજીને (SOG) બાતમી મળતા જ પોલીસ એ તેણે ઝડપી લીધો છે.

અમદાવાદ: હથિયાર વેચવા માટે નિકળેલા વેજલપુરના (Vejalpur) યુવકની એસઓજી ક્રાઇમની ટીમે (SOG crime) ગ્યાસપુર પાસેથી ધરપકડ કરી લીધી છે. યુવકને તેના મિત્રએ કેટલાક સમય અગાઉ પિસ્તોલ સાચવવા માટે આપી હતી. જો કે ત્રણ મહિના પહેલા મિત્રનું મોત થતા યુવક આ હથિયારને વેચવા માટે નિકળ્યો હતો. એસઓજી ને બાતમી મળતા જ પોલીસ એ તેણે ઝડપી લીધો છે.

એસઓજી ક્રાઇમને બાતમી મળી હતી કે વેજલપુરથી પીરાણા જવાના રોડ પર આવેલા ગ્યાસપુર ખાતે જહાંગીર શેખ નામના શખ્સ પાસે હથિયાર છે. એસઓજીની ટીમ તરત જ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને જહાંગીર શેખની અટકાયત કરીને તપાસ કરી હતી.

તપાસ દરમિયાન જહાંગીર શેખની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. જંહાગીરની ધરપકડ કરીને તેની પુછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તેના મિત્ર ઇલ્યાસ સૈયદ એ તેને આ હથિયાર સાચવવા માટે આપ્યું હતું.

આરોપી નું કહેવું છે કે તેના મિત્ર ઇલ્યાસનું ત્રણ મહિના પહેલા મૃત્યુ થયુ છે. જહાંગીર આ હથીયારને વેચવા માટે નીકળ્યો હતો ત્યારે એસઓજી ક્રાઇમે તેની ધરપકડ કરી લીધી હતી. જહાંગીર વિરૂદ્ધ અગાઉ કોઇ ગુના દાખલ થયા છે કે નહી તે  મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

ખરેખર તે ઇલ્યાસ પાસેથી હથીયાર લાવ્યો હતો કે નહી તે મામલે પણ પણ પુછપરછ શરૂ કરી છે. એસઓજી ક્રાઇમે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી ને હથીયાર ને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ-કમકમાટીભરી હત્યા! ગુરૂગ્રામમાં ટોળાએ કરી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા, માંગતો રહ્યો રહેમની ભીખ

જો કે આ સિવાય ગુજરાત એ ટી એસ ને પણ હથિયારની તસ્કરીનું મસમોટા  રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ગુજરાત ATS એ 24  આરોપીઓની 54 જેટલા હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે. તમામ હથિયારો ભારતીય બનાવટ ના હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાંઓમા આ હથિયારના સોદા કરવામાં આવતા હતા.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, SOG

આગામી સમાચાર