Home /News /madhya-gujarat /

હાર્દિકે પાટીદારોને લખ્યો પત્ર, 'આપણે ફરજ ચુકીશું તો આવનારી પેઢી માફ નહીં કરે'

હાર્દિકે પાટીદારોને લખ્યો પત્ર, 'આપણે ફરજ ચુકીશું તો આવનારી પેઢી માફ નહીં કરે'

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

"તમારા ગામમાં પાટીદાર કે અન્ય સવર્ણો સમાજ પર નજર કરશો પછી નક્કી કરજો કે તેમને અનામતની જરૂર છે કે નહીં?"

    ન્યૂઝ18 ગુજરાતીઃ હાર્દિક પટેલે અનામત આંદોલનને લઈને પાટીદારોને એક પત્ર લખ્યો છે. આ પત્ર હાર્દિક પટેલે તેના ઓફિસિયલ ફેસબુક પેજ પર મૂક્યો છે. પાટીદારોને અનામતની કેમ જરૂર છે? તેવા બેનર હેઠળ લખાયેલા પત્રમાં હાર્દિકે વિવિધ મુદ્દા રજુ કર્યા છે. પત્ર સાથે હાર્દિકે લખ્યું છે કે, "હું જેવો છું તેવો અને મારી લડાઈ સાચી છે. હું લડાઈ છોડવાનો નથી. આંદોલન ચાલુ રહેવાનું છે. સાથ અને સહયોગ આપતા રહો. આપણે જીતીશું તેની ગેરન્ટી હું આપું છું."

    હાર્દિકે પત્રમાં શું લખ્યું?

    "અમારું આંદોલન કોઈને તકલીફ આપવા માટે કે કોઈની પાસેથી કંઈ લેવા માટેનું નથી. પરંતુ આવનારી પેઢીનાં ભવિષ્ય માટે છે. દેવાના ડુંગર તળે દટાઇને આત્મહત્યા કરતા ખેડૂતોનાં જીવ બચાવવા માટે છે. નોકરીની શોધમાં ઠોકરો ખાતા યુવાનોનાં આત્મસન્માન માટે છે. સરકારના બહેરા કાન આપણો અવાજ સાંભળતા નથી. પણ તમે માત્ર એક મિનિટ કાઢીને અમારી વાત સાંભળજો."

    પુત્રમાં હાર્દિકે આ મુદ્દા ઉઠાવ્યા

    • તમારા ગામમાં પાટીદાર કે અન્ય સવર્ણો સમાજ પર નજર કરશો પછી નક્કી કરજો કે તેમને અનામતની જરૂર છે કે નહીં?

    • આજથી 20 વર્ષ પહેલા જે ખેડૂતો પાસે મોટી જમીન હતી, તેમની આજે સું પરિસ્થિતિ છે, તેના પર નજર કરજો.

    • અનામતનાં કારણે નોકરી એડમિશનમાં રહી ગયેલા અસંખ્ય યુવાનાનાં ભવિષ્ય વિશે વિચારો.

    • બિન અનામત પાત્ર જાતિઓમાં જે શૈક્ષણિક કે આર્થિક સ્તરે પછાત છે, તેને શા માટે અનામતનો લાભ ન મળવો જોઈએ?

    • 152 જ્ઞાતિઓને અનામત મળે તો પાટીદારોને કેમ નહીં?




    આ પણ વાંચોઃ અલ્પેશને આગળ વધારીને હાર્દિક પોતાની જ તાકાત સાબિત કરશે!

    "પાટીદારોને અનામતની જરૂર નથી એમ કહેનારા લોકો છે, પરંતુ આજે હકીકત એ પણ છે કે અગાઉ જે ખેડૂતોની જમીન 100 વિઘા હતી તે હવે ઘટીને પાંચ વિઘા થઈ છે. 90 ટકા હોવા છતાં પણ સમાજના વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા. સરકારી નોકરીમાં પાટીદારોનું શું સ્થાન છે તે બધા જાણે છે. શહેરોમાં શિક્ષણનો વેપાર અને ખાનગીકરણ એટલું વધ્યું કે સરકારી શાળાઓમાં કોઈ પગ મૂકવા તૈયાર નથી."

    ફરજ ચુકીશું તો આવનારી પેઢી માફ નહીં કરે

    "પાટીદાર સાથે સવર્ણોની તમામ તકથી વંચિત રહેતા તેજસ્વી યુવા-યુવતીઓ, બેરોજગારો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મક્કમતાપૂર્વક ન્યાય અપાવવા અને સામાજિક કર્તવ્ય નિભાવવાની આપણી સૌની ફરજ છે. આ ફરજ આપણે ચુકીશું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Alpesh Kathiriya, Paas, અનામત, પાટીદાર, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन