અમદાવાદ : 'જો કૂતરાને દૂધ પીવડાવીશ તો મારી નાખીશ,' યુવકને માર મારયો

News18 Gujarati
Updated: October 22, 2019, 7:55 AM IST
અમદાવાદ : 'જો કૂતરાને દૂધ પીવડાવીશ તો મારી નાખીશ,' યુવકને માર મારયો
પ્રતિકાત્મક તસવીર

ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલ ટીવોલીમાં કૂતરીએ બચ્ચાને જન્મ આપતા ફરિયાદી યુવાન બચ્ચાઓને દૂધ પીવડાવતો હતો, આ વાતને લઈને સોસાયટીના કેટલાક લોકોએ ઝઘડો કર્યો હતો.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના ટીવોલીમાં કૂતરાને સાચવવા મામલે યુવાનને માર મારવામાં આવ્યો છે. જીગર પોમલ નામના ફરિયાદીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપી છે કે તેમની સોસાયટીના આઇ બ્લોકમાં કૂતરીએ બચ્ચાને આપ્યા છે. આથી તે બચ્ચાઓને દૂધ પીવડાવતો હતો. જોકે, સોસાયટીના કેટલાક લોકોને આ વાત ન ગમતા તેઓએ કૂતરાને માર મારવાનું નક્કી કર્યું હતું.

આ લોકો 20મી ઓક્ટોમ્બરએ સોસાયટીના "I" તેમજ "J" બ્લોક પાસે કેટલાક લોકો કૂતરાને મારવા માટે ભેગા થયા હતાં. આ સમયે જીગર અને તેના મિત્રએ લોકોને સમજાવ્યા હતા કે, કૂતરાને માર ન મારશો, હવેથી તેઓ સોસાયટી બહાર કૂતરાઓને દૂધ પીવડાવશે. જોકે, આ સમયે સોસાયટીના રહીશ જીતેન્દ્રભાઇ રાવલ ઉશ્કેરાઇ ગયા હતાં અને કૂતરાને માર મારવા લાગ્યા હતાં. આ સમયે જીગર વચ્ચે પડતા જીતેન્દ્રભાઇ તેના પર પણ ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળા ગાળી કરીને લાકડી વડે માર માર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદની પરિણીતાને વિદેશી સાથે ચાર મહિનાનો પ્રેમ 7.50 લાખ રૂપિયામાં પડ્યો!

જ્યારે ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી અને જીતેન્દ્ર રાવલના વિરુદ્ધમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મારામારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : પત્નીએ મેનેજર પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપ્યો

બીજી તરફ ઇસનપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘોડાસરની ઘનશ્યામનગર સોસાયટીમાં કોર્પોરેશનની ટીમ કૂતરા પકડવા માટે ગઇ હતી. આ દરમિયાન સોસાયટીના જયેશ ઠક્કર નામના વ્યક્તિએ વિરોધ કરીને કૂતરાને પકડવાની ના કહી હતી. આથી તેમને ફરિયાદી રાજેશભાઇ સહીત સોસાયટીના રહીશો સાથે બોલાચાલી થઇ હતી. જોકે, બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જયેશભાઇએ ફરિયાદી રાજેશભાઇ પટેલ સહીત અન્ય લોકોને 'હવે તમે બહાર નીકળો, હું તમને જોઇ લઇશ' કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઇસનપુર પોલીસને જાણ કરતા પોલીસે જયેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.આ પણ વાંચો : અમદાવાદ: પત્નીના પ્રેમમાં ભાન ભૂલ્યો પતિ, પત્નીના મોતનો બદલો લેવા ડોક્ટર પર કર્યું ફાયરિંગ
First published: October 22, 2019, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading