કોરોનાથી બચવા માટે વસ્ત્રાલની એક સોસાયટીએ અપનાવ્યો નવો અભિગમ

News18 Gujarati
Updated: March 24, 2020, 11:26 PM IST
કોરોનાથી બચવા માટે વસ્ત્રાલની એક સોસાયટીએ અપનાવ્યો નવો અભિગમ
કોરોનાથી બચવા માટે વસ્ત્રાલ ની એક સોસાયટીએ અપનાવ્યો નવો અભિગમ

સોસાયટીમાં મુખ્ય દરવાજા પર જ નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવી છે કે બહારની કોઈ વ્યક્તિ એ સોસાયટીમાં પ્રવેશ મેળવવો નહીં અને સોસાયટીની વ્યક્તિએ આકસ્મિક સંજોગો સિવાય સોસાયટીની બહાર નીકળવું નહીં

  • Share this:
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ભારત પણ હવે કોરોનાના કહેરથી બાકાત નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના લગભગ 33 જેટલા કેસ નોંધાઈ ચૂકયા છે ત્યારે હવે આંકડો વધીને નહીં તે માટે રાજ્ય સરકાર પણ સજ્જ થઈ ગઈ છે અને ગઈકાલે મોડી રાતથી જ 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં lockdown જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન વસ્ત્રાલની ગોપાલ ચરણ સોસાયટીએ કોરોનાથી બચવા માટે સોસાયટીના સેક્રેટરી અને સભ્યોએ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. આ સોસાયટીમાં મુખ્ય દરવાજા પર જ નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવી છે કે બહારની કોઈ વ્યક્તિ એ સોસાયટીમાં પ્રવેશ મેળવવો નહીં અને સોસાયટીની વ્યક્તિએ આકસ્મિક સંજોગો સિવાય સોસાયટીની બહાર નીકળવું નહીં. સોસાયટીનો મુખ્ય ગેટ બંધ કરી રાખ્યો છે.

આ પણ વાંચો - Covid-19 : આજે મધરાતથી 21 દિવસ માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન : PM મોદી

સોસાયટીના રહીશોનું કહેવું છે કે જે સમગ્ર રાજ્ય અને દેશની અંદર લોકો પોતાની ફરજ સમજે અને સ્વેચ્છાએ બહાર નીકળવાનું ટાળે તો લોકડાઉન કે કર્ફ્યુની કોઈ જરૂરિયાત નથી.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर