અમદાવાદ : 'મેં દુબઇ સે બોલ રહા હું, તુજે જાનસે મારના હૈ,' સામાજિક કાર્યકરને ધમકી

News18 Gujarati
Updated: November 13, 2019, 9:29 AM IST
અમદાવાદ : 'મેં દુબઇ સે બોલ રહા હું, તુજે જાનસે મારના હૈ,' સામાજિક કાર્યકરને ધમકી
ઉપદેશ રાણા (ફાઇલ તસવીર)

રાષ્ટ્રીય મહાસચિવ વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય પ્રચારક અને રાણા યુથ ઓર્ગેનાઇઝેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ રાષ્ટ્રીય મહાસચિવ વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય પ્રચારક અને રાણા યુથ ઓર્ગેનાઇઝેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણીને ધમકી મળી હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફોન કરનાર શખ્સે 'દુબઇ સે બોલ રહા હું, તુજે મારના હૈ' જેવી ધમકી આપી હતી. હાલ નરોડા પોલીસે ફોન કરનાર વ્યક્તિના નંબરોના આધારે ટેકનિકલ સર્વેલન્સથી તપાસ હાથ ધરી છે.

સુરતના દેલાડવા ગામમાં રહેતા ઉપદેશ રાણા સોશિયલ વર્કર છે. તેઓ રાષ્ટ્રીય મહાસચિવ વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય પ્રચારક તરીકે ત્રણ વર્ષથી કામ કરે છે અને રાણા યુથ ઓર્ગેનાઇઝેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. બે દિવસ પહેલા તેઓ અમદાવાદ આવ્યા હતા અને નરોડામાં શેખાવત પેલેસ નામની હોટલમાં તેમના સેક્રેટરી સોમિલ શર્મા સાથે રોકાયા હતા. ત્યારે તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવતા સેક્રેટરી સોમિલ શર્માએ ફોન ઉપાડ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ "ઘર પર તું ઉપર હૈ યા નીચે હૈ, તુજે કૈસે મરના હૈ, દફનાના હૈ યા સ્મશાન મેં જલના હૈ, તેરે પાસ દો રાસ્તે હૈ, તુને કભી ગોસ્ટ ખાયા હૈ," કહી બીભત્સ શબ્દો કહ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં માલિક પગારનાં બદલે ધમકી આપતો, બચાવ માટે નોકર લાવ્યો પિસ્તોલ અને...

બાદમાં એકાદ કલાક પછી ફરી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ "તું ઘર પે હૈ ક્યા, મેં દુબઇ સે બોલ રહા હું, તુજે જાનસે મારના હૈ, તીન દિન બાદ તુ મુંબઇ વીટી રેલવે સ્ટેશન પે નૌ બજે મિલ. મેં દુબઇ સે ફ્લાઇટ લેકર મુંબઇ આ રહા હું, તુજે જાનસે મારના હૈ" કહીને ધમકીઓ આપી હતી.

ફરી રાત્રે 12 વાગ્યે આ જ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ ધમકી આપતા કહ્યું હતું કે, 'ઉપદેશ રાણા તેરા ટાઇમ પૂરા હો ગયા, તું ભી મરેગા.' આવું કહીને ફોન કરનાર વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ઉપદેશ રાણાએ પોતાના જીવનું જોખમ લાગતા જ નરોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. નરોડા પોલીસે ઉપદેશ રાણાની આઇપીસી 507 મુજબ ફરિયાદ નોંધી મોબાઇલ કરનાર વ્યક્તિના મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
First published: November 13, 2019, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading