કોરોનાનાં કેર વચ્ચે ફરજ બજાવતા ડોક્ટર,નર્સ,પત્રકારને નાણાકીય વળતર આપવા કોર્ટમાં અરજી

કોરોનાનાં કેર વચ્ચે ફરજ બજાવતા ડોક્ટર,નર્સ,પત્રકારને નાણાકીય વળતર આપવા કોર્ટમાં અરજી
દેશભરમાં આ નંબર દ્વારા કોઇ પણ નર્સની જ્યાં ડ્યૂટી હશે તે હોસ્પિટલનું લોકેશન જાણી શકાશે. સાથે જ નર્સ એક પ્લેટફોર્મ પર હશે. લોકસબામાં ઉઠેલા સવાલના જવાબમાં સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વની કુમાર ચૌબે આ અંગે જાણકારી આપી હતી.

  • Share this:
અમદાવાદ : આજે કોરોનાવાયરસ તથા લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં અવિરત ફરજ નિભાવતા ડોક્ટરો, નર્સો તથા પત્રકારો અને ફોટોગ્રાફરોના હિતમાં યોગ્ય નાણાકીય વળતર તાત્કાલિક જાહેર કરવા વિનંતી કરતી એક અરજી સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ને કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણથી ભારતમાં અનેક નાગરિકોના મોત થયા છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ પરિસ્થિતિમાં ભારત સરકારે આગામી 14 એપ્રિલ સુધી સમગ્ર ભારતમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં અવિરત ફરજ નિભાવતા પોલીસ કર્મીઓનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો તેના પરિવારને રૂ 25 લાખનું વળતર આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. જે આવકારદાયક છે. સંકટની આ ઘડીમાં પોલીસ ઉપરાંત ડોકટરો-નર્સ તથા પેરામેડિકલ સ્ટાફ પણ દિવસ-રાત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તદુપરાંત શહેરો અને ગામડાઓમાં કોરોનાની તથા લૉકડાઉનની શું અસર થઈ રહી છે, નાગરિકોની લાગણી, માંગણી, અને મુશ્કેલીઓને તથા સરકાર દ્વારા લેવાતા તમામ નિર્ણયોની અને સેવાભાવી સંસ્થાઓ વ્યક્તિઓ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓના સમાચારો તથા માહિતી, અખબારો તથા ટીવી ચેનલનાં માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પત્રકારો તથા ફોટોગ્રાફર્સ જીવના જોખમે કરી રહ્યા છે.આ પણ વાંચો - Coronavirus : લૉકડાઉનમાં દિવસ-રાત સુરક્ષા કરતા પોલીસકર્મીઓને DGPએ મહત્ત્વનો સંદેશો પાઠવ્યો

દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેમ પોલીસના કારણે જળવાઈ રહી છે, તે જ રીતે નાગરીકોના જાહેર આરોગ્ય અને સલામતી ડોકટરો-નર્સ, પેરામેડિકલ સ્ટાફની સતત સેવાને આભારી છે. તદુપરાંત કોરોના વાયરસ વિષે લોકજાગૃતિ અને સલામતીની માહિતી, સ્થળ, સ્થિતિ અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં શું પરિસ્થિતિ છે તેની જાણકારી અખબારો અને ટીવી ચેનલના પત્રકારો, ફોટોગ્રાફરોના અવિરત પ્રયાસોને આભારી છે.  દેશના પ્રધાનમંત્રી પણ તેમના પ્રજાજોગ સંદેશ અને મન કી બાતમાં પણ મેડિકલ ક્ષેત્રે તથા પત્રકારો દ્વારા થતી અભૂતપૂર્વ કામગીરીને વારંવાર બિરદાવી છે. ત્યારે ગુજરાત સરકાર આ બંને ક્ષેત્ર સાથે જોડાયેલાઓની કેમ ઉપેક્ષા કરી રહી છે, તે સમજી શકાય તેવું નથી.

આ પણ વાંચો -  અમદાવાદની આ મહિલાએ કોરોના વાયરસને માત આપી, 11 દિવસની સારવાર બાદ મળી રજા

પ્રસ્તુત પ્રકરણમાં અરજદારની માંગ છે કે, કોરોના વાયરસની સંકટ પરિસ્થિતિમાં ફરજ બજાવતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના ડોકટરો-નર્સઓ, પેરામેડિકલ સ્ટાફ તથા અખબારો અને સરકારી તથા ખાનગી ટીવી ચેનલોના પત્રકારો, ફોટોગ્રાફરો કે મહત્વની કામગીરી સાથે જોડાયેલા કોઈપણ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારના સભ્યોને રૂપિયા 25 લાખનું વળતર આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે. અરજીમાં એ પણ રજૂઆત કરવામાં આવી છે કે, અરજદાર એક સામાજિક કાર્યકર છે અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે ભેદભાવ વગર આકસ્મિક અને ભયાનક મુશ્કેલીઓના સમયમાં સમાજ માટે અવિરત ફરજ નિભાવતા સેવા આપનાર તમામની યોગ્ય કદર થાય અને સમાન ફરજ સમાન લાભ જેવા સમાનતાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈ ઉપરોક્ત મુજબની રજૂઆત કરી છે અને આ અરજી ઉપર તાત્કાલિક નિર્ણય લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ - 
First published:March 31, 2020, 07:36 am