CM આનંદીબેન પટેલના હસ્તે સ્માર્ટ વિલેજ યોજનાનો શુભારંભ કરાયો

Parthesh Nair | Pradesh18
Updated: May 23, 2016, 9:10 AM IST
CM આનંદીબેન પટેલના હસ્તે સ્માર્ટ વિલેજ યોજનાનો શુભારંભ કરાયો
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી એવી સ્માર્ટ વિલેજ યોજનાનો મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે રવિવારે શુભારંભ કરાવ્યો હતો.

રાજ્ય સરકારની મહત્વકાંક્ષી એવી સ્માર્ટ વિલેજ યોજનાનો મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે રવિવારે શુભારંભ કરાવ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: May 23, 2016, 9:10 AM IST
  • Share this:
ગાંધીનગર# રાજ્ય સરકારની મહત્વકાંક્ષી એવી સ્માર્ટ વિલેજ યોજનાનો મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે રવિવારે શુભારંભ કરાવ્યો હતો. મહાત્મામંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને શૌચાલય મુક્ત 6000 ગામોના સરપંચનું સન્માન પણ મુખ્યપ્રધાને કર્યું હતુ. આ પ્રસંગે મુખ્યપ્રધાને તમામ સંરપચોને ગામડાઓના વિકાસને પ્રાથમિકતા આપવા આહ્વાન કર્યું હતું અને પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારે ગત બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે રવિવારથી સ્માર્ટ વિલેજ યોજનાનો આરંભ કર્યો છે. મુખ્યપ્રધાને 300 ગામડાઓ માટે આ યોજનાની જાહેરાત કરી છે. જેમાં ગામડાઓને વસ્તી પ્રમાણે રૂ. 80 લાખથી લઇને રૂ. 2 કરોડ સુધીની સહાય મળશે. જેનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓનો સર્વાંગી વિકાસ છે. મુખ્યપ્રધાને સરપંચોને સંબોધન કરતા આ બાબતે ખાસ ધ્યાન દોર્યું હતું કે, રાજ્યના 18000થી વધુ ગામડાઓમાંથી ફક્ત 300 ગામડાઓની પસંદગી થશે એટલે કે, હરિફાઇ પણ એટલી તીવ્ર રહેશે. દરેક ગામડાઓ માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું તેમને પાલન કરવાનું રહેશે અને ગામડાઓની પસંદગીમાં કોઇ રાજકીય હસ્તક્ષેપ ન રહે તેવી પારદર્શક પ્રક્રિયા રાખવામાં આવી છે.

મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં સંરપચોને આગામી દિવસોની આકરી પરિક્ષાને લઇને સૂચનો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, સ્માર્ટ વિલેજ બનવા માંગતા ગામડાઓ માટેની પસંદગી પ્રક્રિયા અધરી છે. તમામ પાસાઓમાંથી પસાર થયા બાદ જ સ્માર્ટ વિલેજ માટે પસંદગી થશે. જેમાં શૌચાલય, કુપોષણથી લઇને એફઆઇઆર સુધીના પાસાઓનું ધ્યાન રખાશે. સાથે જ ગ્રામ્ય વસ્તીનું જીવન ધોરણ સુધરે તે માટે પણ સરકાર કામ કરશે. સરકાર તમામ લોકોનો સર્વાંગી વિકાસ ઇચ્છી રહી છે અને સ્માર્ટ વિલેજ તેનું જ એક ઉદાહરણ છે. આગામી દિવસોમાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ નિવારવા લોકસંવાદ સેતુનો વ્યાપ વધારાશે. સરકાર લોકોની વચ્ચે જઇને તેમની સમસ્યાનો ઉકેલ લાવશે.

આમ મુખ્યપ્રધાને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના વિકાસને પ્રાધાન્ય આપીને એક કાંકરે બે પક્ષી મારવાનો આબાદ વ્યૂહ ઘડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સરકારને જે પીછેહઠ સહન કરવી પડી હતી તે હવે ફરી ન થાય તે માટે સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે સરકાર પણ આશા રાખી રહી છે કે, આ યોજના સફળ થાય અને લોકજીવનમાં પરિવર્તન આવે.
First published: May 23, 2016, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading