અમદાવાદ : બહેને રજીસ્ટર્ડ મેરેજ કરી લેતા નારાજ ભાઇએ કર્યું ન કરવાનું કામ, બહેને જ ભાઇ સામે નોંધાવી ફરિયાદ


Updated: February 7, 2020, 9:29 AM IST
અમદાવાદ : બહેને રજીસ્ટર્ડ મેરેજ કરી લેતા નારાજ ભાઇએ કર્યું ન કરવાનું કામ, બહેને જ ભાઇ સામે નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના ભાઈએ બહેનના લગ્નથી નારાજ ભાઈએ આવેશમાં આવી તમામ હદો પાર કરી. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • Share this:
અમદાવાદઃ શહેરના સાબરમતી પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના જ ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ મેરેજ બ્યુરોમાં લગ્ન કરી લેતા તેના પિયરપક્ષના લોકો તેનાથી નારાજ હતા. લગ્નમાં હાજરી આપવાના બહાને બોલાવી તેને પાછા પતિ પાસે ન જવા દબાણ કર્યું હતું. આટલું જ નહિ યુવતીના ભાઇએ તો તેના બનેવી સાથે મારામારી પણ કરી હતી. જેથી બહેને તેના ભાઇ સામે જ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે  મૂળ પાટણમાં રહેતી 22 વર્ષીય પ્રિયંકા સોની એ થોડા દિવસો પહેલા દર્શન સોની સાથે રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. બાદમાં પિયરમાંથી પ્રિયંકા પર ફોન આવ્યો હતો કે જે થવાનું હતું તે થઇ ગયું હવે તું ઘરે આવતી જતી થઇ જા. બાદમાં તેના માતા પિતા તેના સારે ગયા હતા અને તેના મામા પણ ગયા અને મામાએ તેમના પુત્રના લગ્નની કંકોત્રી પણ આપી હતી. બાદમાં તેઓ પરિવાર સાથે રાણીપ ખાતે રગ્નમાં આવ્યા હતા. લગ્ન પૂરા થતાં પ્રિયંકાના પરિવારે તેને ઘરમાં રાખી અને તેના સાસરિયાઓને સંબંધીના ઘરે સુવા મોકલી આપ્યા હતા. જ્યાં પરિવારે તેને સમજાવી હતી કે તેણે જેની સાથે લગ્ન કર્યા છે તે સારો છોકરો નથી. તું લગ્ન તોડી નાખ. પણ પ્રિયંકાએ આ બાબતે કાંઇ કહ્યું ન હતું.

આ પણ વાંચો :   Viral Audio : ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોરબંદરના વ્યક્તિ સાથે કથિત રીતે ગાળાગાળી કરી

બાદમાં તેનો ભાઇ મહેન્દ્ર આવેશમાં આવી ગયો હતો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. દરમિયાનમાં  યુવતીની માતાની તબિયત ખરાબ થતાં તેને સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં પ્રિયંકાએ તેના પતિને આ બધી વાતોની જાણ કરી હતી. જેથી તેનો પતિ પણ ત્યાં હોસ્પિટલ આવ્યો હતો ત્યારે તેના સાળા મહેન્દ્રએ તેને છરી કાઢી તેની સાથે બોલાચાલી કરી ઝપાઝપી મારામારી કરી હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસે મહેન્દ્રની અટકાયત કરી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: February 7, 2020
વધુ વાંચો
अगली ख़बर