સિંગર કિંજલ દવેની તસવીરો મૉર્ફ કરવાના કેસમાં આરોપી દોષમુક્ત જાહેર

News18 Gujarati
Updated: June 4, 2019, 8:36 AM IST
સિંગર કિંજલ દવેની તસવીરો મૉર્ફ કરવાના કેસમાં આરોપી દોષમુક્ત જાહેર
કિંજલ દવે (ફાઇલ તસવીર)

આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું પોતાની પત્ની સાથે ઝઘડો થયા બાદ તેણે આવેશમાં આવીને કિંજલ દવેની મોર્ફ કરેલી તસવીરો વહેતી મૂકી દીધી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ફૅમ સિંગર કિંજલ દવેની તસવીરો મોર્ફ કરીને તેને ઇન્ટરનેટ પર વાયરલ કરનાર યુવકને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે દોષમુક્ત જાહેર કર્યો છે. આ કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા કોર્ટે ત્રીજી જૂનના રોજ પોતાનો નિર્ણય સંભળાવતા આરોપીને દોષમુક્ત જાહેર કર્યો છે.

શું હતો કેસ?

2017ના વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિંગર કિંજલ દવેએ લગ્ન કરી લીધા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. હકીકતમાં આ તસવીરો નીરજ મકવાણા નામના યુવકો મૉર્ફ કરીને ઇન્ટરનેટ પર વહેતી મૂકી હતી. આ મામલે કિંજલ દવેએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

કિંજલ દવે સાથે લગ્ન કર્યાનો દાવો

અમરાઇવાડીના નીરજ મકવાણાએ તસવીરો વાયરલ કરીને દાવો કર્યો હતો કે તેણે સિંગર કિંજલ દવે સાથે લગ્ન કરી લીધા છે. આ તસવીરોએ જે તે સમયે ખૂબ જ ચર્ચા જગાવી હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીએ કોર્ટમાં માફી માંગી હતી અને સિંગર સાથે સમાધાન કર્યું હતું.આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું પોતાની પત્ની સાથે ઝઘડો થયા બાદ તેણે આવેશમાં આવીને કિંજલ દવેની મોર્ફ કરેલી તસવીરો વહેતી મૂકી દીધી હતી. આવું કરવા પાછળનો તેનો બીજો કોઈ ઈરાદો ન હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ સમાધાનની ફોર્મ્યુલાને માન્ય રાખીને કેસનો નિકાલ કર્યો હતો.
First published: June 4, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading