અમદાવાદઃ સાયલન્સર ચોરી કરતી ગેંગ પોલીસ માટે પડકાર, છથી વધુ વિસ્તારમાં આપ્યો અંજામ પણ પોલીસ પકડથી દૂર

અમદાવાદઃ સાયલન્સર ચોરી કરતી ગેંગ પોલીસ માટે પડકાર, છથી વધુ વિસ્તારમાં આપ્યો અંજામ પણ પોલીસ પકડથી દૂર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનાં નારોલ, નિકોલ, નરોડા, રામોલ, સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં આ જ રીતે સાઈલન્સરની ચોરીની ફરિયાદો નોંધાઈ છે હતી.

  • Share this:
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસના (Ahmedabad police) નાકે એક ગેંગ એ દમ લાવી દીધો છે. આ ગેંગ પૂર્વથી પશ્ચિમ સુધી માત્ર ઇકો કારના સાયલન્સર ચોરી (Silencer theft) કરતી હતી. પૂર્વ વિસ્તારની પોલીસ સ્થાનિક ગેંગ (thief gang) હોવાનું માની અંધારા માં ફાંફા મારતી રહી પણ સરખેજ પોલીસે (sarkhej police station) મહેનત કરી હરિયાણાના એક આરોપીની ધરપકડ કરી હતી.

જોકે માત્ર ટ્રકના ડ્રાઈવરની (truck drive) જ પોલીસે ધરપકડ કરતા મુખ્ય આરોપીઓ સુધી પોલીસ ન પહોંચી શકતા વધુ એક ચોરીને અંજામ આપ્યો હોવાનું મનાય રહ્યું છે. ઉલ્લેખની છે કે આ ગેંગની મોડસઓપરેન્ડિ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આનંદનગર વિસ્તારમાં પાંચ દિવસ પહેલા જ ઈકો કારનાં સાઈલેન્સરની ચોરી થઈ હતી. જેમાં આરોપી પકડાય તે પહેલા જ વેજલપુર વિસ્તારમાંથી ઈકો કારનાં સાઈસેન્સની ચોરી થઈ છે.વેજલપુરમાં પંચવટી સોસાયટીમાં રહેતા અને એલ્યુમિનિયમ ફિટિંગનો વ્યવસાય કરતા રાકેશ ગજ્જરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 27મી ફેબ્રુઆરીએ તેઓએ રાતનાં સમયે પોતાની ગાડી સોસાયટીમાં પાર્ક કરી હતી અને ગઈકાલે સવારે તેઓને સંબંધીનાં ત્યાં જવાનું હોવાથી ગાડી શરૂ કરતા જોરથી અવાજ આવતા ગાડી નીચે ચેક કરતા સાઈલન્સર ગાયબ જોવા મળ્યુ હતુ..જેથી તેઓની ગાડીનાં 10 હજારની કિંમતનાં સાઈલન્સરની ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષ

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનુ છે કે અમદાવાદનાં નારોલ, નિકોલ, નરોડા, રામોલ, સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં આ જ રીતે સાઈલન્સરની ચોરીની ફરિયાદો નોંધાઈ છે હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અન્ય વિસ્તારો એવા નિકોલ, રામોલ, સરખેજ, વેજલપુર જેવા વિસ્તારોમાં પણ સાયલન્સર ચોરી કરનાર આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે જોવાનું રહ્યું કે  સાયલન્સર ચોરી કરનાર શખ્સો પોલીસની ઝપટમાં ક્યારે આવે છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

કારણકે અગાઉ સરખેજમાં પણ આવી ઘટના બની ત્યારે સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે મોહમદ જુનેદ નામના મૂળ હરિયાણાના રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીની રાજસ્થાનથી એક ટ્રક સાથે ધરપકડ કરાઇ હતી. આરોપી તેના એક સાગરીત સાથે મળીને અમદાવાદ ના પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રક અને એક કાર લઈને ચોરી કરવા નીકળતા હતા. જ્યાં જ્યા ઇકો કાર મોટી સંખ્યામાં હોય ત્યાં પોતાની ટ્રક ઉભી કરી આડાશ રાખી તે ગોડાઉનમાં ઘુસી કલાકો સુધીમાં 20 થી વધુ ઇકો કારના સાયલન્સર ચોરી કરી લેતો હતો. આરોપીની પૂછપરછ માં સામે આવ્યું હતું કે હરિયાણા નો તેનો અન્ય મિત્ર તેની સાથે ચોરી કરવા આવતો હતો.

આરોપીઓએ રામોલ, નિકોલ, નરોડા, સરખેજ અને અસલાલી માં આવેલા ગાડીઓના ગોડાઉનમાંથી ઇકો કારના 70થી વધુ સાયલન્સર ચોરી કર્યા હતા. પકડાયેલો આરોપી ટ્રક લઈને નીકળતો અને તેનો સાગરીત સીસીટીવીમાં ઝડપાયેલી કાર લઈને જતો હતો જેથી કોઈને શંકા ન જાય. બાદમાં ગોડાઉનમાં ઘુસી મધરાત્રે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય ચોરીને અંજામ આપતા અને ટ્રકમાં આ ચોરીના સાયલન્સર ભરી ફરાર થઈ જતા હતા. જોકે સરખેજ પોલીસે સાણંદ સર્કલથી નારોલ સુધીના રૂટના તમામ સીસીટીવી ચકાસી ટ્રક શંકાસ્પદ દેખાતા તેની પરથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો.જોકે આરોપી ઓએ આ સાયલન્સર કોને વેચ્યા અને તેમાંથી નીકળતી કિંમતી વસ્તુ કાઢીને કોને વેચી તે બાબતે પોલીસને સફળતા મળી નહોતી અને મુખ્ય આરોપીઓ સુધી પણ પોલીસ ન પહોંચી શકતા ફરી એક વાર સાયલન્સર ચોરી ની ઘટનાઓ સામે આવતા ફરી એક વાર પોલીસની ઊંઘ હરામ થઈ રહી છે. જેથી હવે ઇકો કારના માલિકોએ જાતે જ સાવચેતી રાખી પોલીસ પર ભરોસો ન રાખવાની નોબત આવી છે.
Published by:ankit patel
First published:March 01, 2021, 19:05 pm