મોતને હાથ તાળી આપનાર હનુમાન થાપા માટે 24 કલાક નાજુક, PMએ લીધી મુલાકાત

Haresh Suthar | Pradesh18
Updated: February 10, 2016, 10:27 AM IST
મોતને હાથ તાળી આપનાર હનુમાન થાપા માટે 24 કલાક નાજુક, PMએ લીધી મુલાકાત
દેશનો એક વીર જવાન આ સમયે કોમામાં છે. મોતને હાથતાળી આપી આપણી વચ્ચે પરત ફર્યો હતો પરંતુ છ દિવસ સુધી બરફ નીચે દટાયેલ રહેતાં તબિયત ગંભીર છે અને આગામી 24 કલાક નાજુક કહેવાઇ રહ્યા છે.

દેશનો એક વીર જવાન આ સમયે કોમામાં છે. મોતને હાથતાળી આપી આપણી વચ્ચે પરત ફર્યો હતો પરંતુ છ દિવસ સુધી બરફ નીચે દટાયેલ રહેતાં તબિયત ગંભીર છે અને આગામી 24 કલાક નાજુક કહેવાઇ રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 10:27 AM IST
  • Share this:
નવી દિલ્હી # દેશનો એક વીર જવાન આ સમયે કોમામાં છે. મોતને હાથતાળી આપી આપણી વચ્ચે પરત ફર્યો હતો પરંતુ છ દિવસ સુધી બરફ નીચે દટાયેલ રહેતાં તબિયત ગંભીર છે અને આગામી 24 કલાક નાજુક કહેવાઇ રહ્યા છે.

6 દિવસ એટલે કે 144 કલાક સુધી 35 ફુટ બરફ નીચે દબાયેલ રહ્યા બાદ પણ હનુમાન થાપા જીવતો બહાર આવ્યો હતો. પરંતુ હાલ તબિયત નાજુક છે. દિલ્હીની હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે. એમના સારા સ્વાસ્થ્ય માટે સમગ્ર દેશમાં પ્રાર્થનાઓ થઇ રહી છે અને દુઆઓ માંગવામાં આવી રહી છે કે જાને નહીં દેંગે તુઝે.

ગઇ કાલે હનુમાન થાપાનો પરિવાર પણ દિલ્હી પહોંચ્યો હતો. કર્ણાટકથી દિલ્હી આવ્યા બાદ હનુમાન થાપાની ખબર પુછવા માટે સેના હોસ્પિટલ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હનુમાન થાપાના સમાચાર પુછ્યા હતા અને હોસ્પિટલ આવ્યા હતા. અહીં નોંધનિય છે કે, લાન્સ નાયક હનુમાન થાપા આ સમયે કોમામાં છે અને એમનું બીપી લો થઇ ગયું છે. ન્યૂમોનિયા થઇ ગયો છે અને એમનું લીવર અને કિડની કામ કરતા નથી.
First published: February 10, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading