શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડઃ માત્ર 90 સેકન્ડમાં જ આગ 8 કોરોના દર્દીને ભરખી ગઈ, CCTVમાં થયો ખુલાસો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડઃ માત્ર 90 સેકન્ડમાં જ આગ 8 કોરોના દર્દીને ભરખી ગઈ, CCTVમાં થયો ખુલાસો
ફાઈલ તસવીર

પોલીસ તપાસમાં શ્રેય હોસ્પિટલનાં સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે. જેમાં સામે આવ્યું છે કે બેડ પર જે આગ લાગી તેમાં સૌ પ્રથમ કેવી રીતે અને ક્યાંથી આગ લાગી તેનો વીડિયો પણ લેવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં (shrey hosptial) બુધવારે રાતના 3 વાગે લાગેલી આગમાં (fire accident) 8 કોરોના દર્દીનાં (corona patient) મૃત્યુના સમાચાર પર દેશ દુનિયામાં વાયુવેગે ફેલાયા છે. આ ઘટનામાં તંત્ર એ શું કર્યુ અને શું કરવું જોઈએ એ અંગે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર દેશમાં હચમચાવી દેનાર આ અગ્નિકાંડને 60 કલાક વીતી ચૂક્યા છે છતાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી.

નવરંગપુરા પોલીસે આ ઘટનાને લઈને હોસ્પિટલનાં ટ્રસ્ટી ભરત મહંતની અટકાયત કરી પૂછપરછ કરી છે. આવામાં ફાયર વિભાગે એનઓસી નથી આપી અને તમામ સાધનો ચાલુ હોવાનો રિપોર્ટ પણ આપી દેવામાં આવ્યો છે. આ અંગે બી ડિવિઝન એસીપી એલ બી ઝાલાના કહેવા એફ એસ એલની ટીમ દ્રારા જે નમુના લેવામાં આવ્યા છે તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યા છે.આ સાથે ઈલેકટ્રિક શોર્ટ સર્કિટ ઓવર લોડ થયો કે નહીં તેની માટે ટોરેન્ટ પાવરના એક્સપર્ટ દ્રારા પણ તપાસ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકા (AMC), પોલીસની ટીમ અને ફાયરની ટીમે જે વીડિયોગ્રાફી કર્યુ છે તેમાં વેન્ટિલેશનની વ્યવસ્થા અંગે વીડિયોગ્રાફી કરી છે. આ સાથે ઈલેક્ટ્રિક મિટરમાં પાવર ઓવરલોડ માટે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી રહી છે.

બેડ પર કોરોના દર્દી અરવિંદ ભાવસારને બાંધી રાખવા અંગે ખુલાસો
કોરોના દર્દી અરવિંદ ભાવસારને બેડ પર બાંધી રાખવા અંગે એસીપીએ એલ બી ઝાલાએ જણાવ્યું હતું કે કોઈપણ દર્દીને ઓક્સિજનની સુવિધા માટે અથવા તો કોવિડ દર્દી તરીકે તે પ્રોટોકોલ ફોલો ના કરે તો તેમને તેમના પ્રિવેન્શન માટે બાંધ્યા હોય શકે છે. તે અંગે દર્દી પાસેથી સહયોગ ન મળતો હોય તેથી કદાચ આવું કર્યુ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ-સુરતીઓ માટે રાહતના સમાચાર! કોરોનાની રફ્તાર ઘટી, અમદાવાદનું મોડલ થયું કારગર

સીસીટીવી આધારિત માહિતીનો  રિપોર્ટ
પોલીસ તપાસમાં શ્રેય હોસ્પિટલનાં સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે.જેમાં સામે આવ્યું છે કે બેડ પર જે આગ લાગી તેમાં સૌ પ્રથમ કેવી રીતે અને ક્યાંથી આગ લાગી તેનો વીડિયો પણ લેવામાં આવ્યો છે. જેનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સીસીટીવી સ્પષ્ટ સામે આવ્યું છે કે 90 સેકેન્ડમાં આગ સમગ્ર પરિસરમાં પ્રસરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં વધુ એક કૌભાંડ! ઇન્જેક્શન બાદ હવે નકલી N95 માસ્કનું કૌભાંડ, ચાર વેપારીઓ ઝડપાયા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ છૂટાછેડા બાદ બહેન ફરીથી દેહવેપાર કરશે, બે સગા ભાઈઓએ બહેનની હત્યા કરી લૂંટ ચલાવી

હોસ્પિટલમાં તમામ એક્સટીગ્યુશર ચાલુ હાલતમાં
શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના મામલામાં હોસ્પિટલ ના તમામ ફાયર સાધનો ચાલુ હાલતમાં હતા તેવું સામે આવ્યું છે પરંતુ હોસ્પિટલે ફાયર નોન ઓબ્જેકશન સર્ટિફિકેટ લીધુ નહોતુ. જેથી કેવી કલમો લગાવી તે અંગે ચીફ ફાયર  ઓફિસર દસ્તુર સાથે મળીને પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવશે.

60 કલાક છતાં પોલીસ ફરિયાદ નહીં
સમગ્ર ઘટનાક્રમમમાં પોલીસ એફએલએલની રાહ જોઈ રહી હોવાનું જણાવ્યું હતું. એફએસએલ રિપોર્ટમાં જે નમુના લેવાયા છે તેમાં ચોથા માળે જ્યાંથી આગ પ્રસરી હતી ત્યાંથી રિપોર્ટ લેવાયા છે જે રિપોર્ટ મહત્વના બની રહેશે.આ રિપોર્ટમાં જે ડિટેઈલ મળશે તે બાદ પોલીસ કઈ કલમ લગાવવી તેનો નિર્ણય કરશે.
Published by:ankit patel
First published:August 09, 2020, 18:56 pm