અમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન! 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC


Updated: August 6, 2020, 7:03 PM IST
અમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન! 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC
શ્રેય હોસ્પિટલની તસવીર

અમદાવાદના શ્રેય હોસ્પિટલનો બનાવ પહેલો બનાવ નથી આ પહેલાં અમદાવાદની 4 હોસ્પિટલમાં આગ લાગી ચુકી છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં (shrey hospital) આગના બનાવથી (fire accident) 8 લોકોના મૃત્યુ બાદ (people death) લોકો સમસમી ગયા છે. તંત્ર બેદરકાર છે. હોસ્પિટલને (hospital) તોડી નાંખો. કેમ હોસ્પિટલ સ્ટાફને કંઈ ના થયું આ તમામ સવાલ ઉભા થઈ રહ્યા છે. જે વચ્ચે દરેક રાજકીય પાર્ટીનાં નેતાઓ હોસ્પિટલમાં જોવા મળ્યા પરંતુ  સવાલ અહીં એ ઉભો થઈ રહ્યો છે કે ફરી આવી કોઈ ઘટના પ્રકાશમાં ના આવે તે માટે શું તંત્ર તૈયાર છે.

અમદાવાદ શહેરમાં કોવિડ અને નોન કોવિડ મળીને કુલ 2200 જેટલી હોસ્પિટલ 7 ઝોનમાં આવેલી છે. જેની નોંધ સરકારી ચોપડે છે પરંતુ ચોંકાવનારો રિપોર્ટ છે કે આ તમામ હોસ્પિટલમાંથી માત્ર ને માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC છે. જેની સીધી સાબિતી અમદાવાદમાં હોસ્પિટલમાં લાગેલી આગથી મળી રહી છે.

અમદાવાદના શ્રેય હોસ્પિટલનો બનાવ પહેલો બનાવ નથી આ પહેલાં અમદાવાદની 4 હોસ્પિટલમાં આગ લાગી ચુકી છે. જે રિપોર્ટ બાદ ખુલાસા થયા છે કે અમદાવાદની 2200 હોસ્પિટલમાંથી 90 હોસ્પિટલમાં કોઈ સેફ્ટી જ નથી.

આ પણ વાંચોઃ-મુંબઈ હુમલામાં બચાવ્યા હતા અનેક લોકોના જીવ, કોરોના સામેની લડાઈમાં હારી ગયા આ પોલીસ ઈન્સ્પેક્ટર

આ માટે તંત્રની બેદરકારી અને ખાનગી હોસ્પિટલ પ્રત્યેનું કુણું વલણ જવાબદાર છે. જે માટે 8 લોકોનાં મોત થઈ ગયા. હાલ અમદાવાદની 2110 જેટલી હોસ્પિટલ જીવતાં બોમ્બ સમાન છે.

આ પણ વાંચોઃ-900 કોલ રેકોર્ડિંગ લઈને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ પત્ની અને સાળી રચી રહી હતી હત્યાનું ષડયંત્રઆ પણ વાંચોઃ-Facebookએ લોન્ચ કર્યું TikTokનું ક્લોન! ‘Reels’થી એકદમ ટીકટોક જેવા જ બનશે મસ્ત Video

ખાનગી હોસ્પિટલે કોવિડ દર્દી પાસે લાખો ખંખેર્યા
કોરોનાની મહામારી દરમિયાન દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્રરા અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં કોવિડ હોસ્પિટલમાં કોઈપણ હોસ્પિટલને જો જાહેર કરવી હોય તે કેવી સુવિધા હોવી જોઈએ તે અંગે પણ ચકાસણી કરવામાં આવતી હોય છે.અમદાવાદની કેટલીય હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સુવિધા નથી છતાં તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નથી અને ફાયરની NOC પણ નથી છતાં તંત્ર ઉઘતું રહેલું જોવા મળ્યું છે.
Published by: ankit patel
First published: August 6, 2020, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading