અમદાવાદ : શહેરમાં કોરોના (Coronavirus Cases in Ahmedabad)ની ઝડપ હવે ઘટી છે. આ સાથે જ મોતનો આંકડો પણ છેલ્લા અઠવાડિયાથી એક ડિજિટમાં આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ દરમિયાન અમદાવાદના 11 સંતો (Swaminarayan Saint)ના કોરોના થયો હોવાના સમાચાર સામે આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (Shree Swaminarayan Gadi Sansthan Maninagar)ના 11 સંતોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ મામલે મંદિર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બિનસત્તાવાર માહિતી પ્રમાણે મંદિરના 11 નહીં પરંતુ તેનાથી વધારે સંતોનો કોરોના થયો છે.
તમામ સંતોનો સારવાર માટે ખસેડાયા
મળતી માહિતી પ્રમાણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 11 સંતોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંતોના સંપર્કમાં આવેલા મંદિરના અન્ય સંતોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે.
મંદિરને બંધ કરી દેવામાં આવ્યું
એવી પણ માહિતી મળી છે કે 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15ની જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 620 નવા કેસ નોંધાયા
રાજ્યમાં 30મી જૂને સાંજે 6.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 620 કેસ પોઝિટિવ (corona positive cases in Gujarat) નોંધાયા છે. જ્યારે 20 દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી 200 અને 200 કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન આજે અમદાવાદમાં 197 અને સુરતમાં 199 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32,446 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આ પૈકીના 23,670 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 6,928 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. હાલમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર