અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં થઇ રહી છે ત્યારે મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારોને મૂર્તિમંત કરવા માટે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
માહિતી નિયામકની કચેરી દ્વારા યોજનાર આ શોર્ટ ફિલ્મની અવધિ લઘુતમ 1 મિનિટ અને મહત્તમ 2 મિનિટની જ રાખવામાં આવી છે. રસ ધરાવતા ફિલ્મ સર્જકોએ પોતાની ફિલ્મ 25 ઑક્ટોબર, 2019 સુધીમાં માહિતી નિયામકની કચેરી, ફિલ્મ પ્રોડકશન શાખાને મોકલી આપવાની રહેશે. આ માટેના નિયત ફોર્મ બાંહેધરી પત્રક અને માર્ગદર્શિકા www.gujaratinformation.net પર ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શોર્ટ ફિલ્મ સ્પર્ધા કુલ ચાર કેટેગરીમાં (1) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ (2) અમેચ્યોર ફિલ્મ મેકર્સ (3) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ (4) માહિતી ખાતાના પેનલ પરના પ્રોડ્યુસર ભાગ લઇ શકશે. તેમજ વિજેતાને પ્રથમ ક્રમે રૂ.2,૦૦,૦૦૦/- દ્વિતીય ક્રમે રૂ.1,૦૦,૦૦૦/ તૃતીય ક્રમે રૂ.50,000/ અને દરેક કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડના રૂ.5૦,૦૦૦/-ના ત્રણ પુરસ્કાર આપવામાં આવશે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર