નવા ચૂંટાયેલા કોર્પોરેટરો વેપારીઓને સમજાવવા લાગ્યા, અમદાવાદના આ વિસ્તારોમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે

નવા ચૂંટાયેલા કોર્પોરેટરો વેપારીઓને સમજાવવા લાગ્યા, અમદાવાદના આ વિસ્તારોમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે
નવા ચૂંટાયેલા કોર્પોરેટરો વેપારીઓને સમજાવવા લાગ્યા, અમદાવાદના આ વિસ્તારોમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે

આ વચ્ચે આવશ્યક સેવાઓ જેવી કે મેડીકલ સેવા, શાકભાજી ફેરિયાઓ, પેટ્રોલ પંપ અને દૂધ ડેરી પાર્લર ચાલુ રહેશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં વસ્ત્રાપુર, શીલજ, રાણીપ, ચાંદલોડિયા, સાબરમતી, નિકોલ પાંચથી છ વિસ્તારોમાં આજે વેપારી દ્વારા સ્વૈચ્છીક બંધ કરવામાં આવ્યું છે. બપોરે 2 થી અઢી વાગ્યા સુધીમાં તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દેશે જે અંગે સ્થાનિકોને પણ જાણ કરવામાં આવી છે. સ્વૈચ્છિક lockdown માટે મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા ward કાઉન્સેલર વેપારીઓને બંધ રાખવા અપીલ કરી રહ્યા છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વેપારીઓએ સમજીને નિર્ણય લીધો છે કે 30 એપ્રિલ સુધી તમામ વિસ્તારની અંદર બપોરે 2 કલાકે દુકાનો બંધ કરી દેવી. આ વચ્ચે આવશ્યક સેવાઓ જેવી કે મેડીકલ સેવા, શાકભાજી ફેરિયાઓ, પેટ્રોલ પંપ અને દૂધ ડેરી પાર્લર ચાલુ રહેશે. જેથી લોકોને ભટકવું પડે અને ભીડ પણ ન થાય.સાબરમતી વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા વેપારીઓ સાથે રવિવારના રોજ મિટિંગ કરવામાં આવી હતી. સાબરમતી વિસ્તારમાં કેસ વધતા તમામ વેપારીઓને સમજાવવામાં આવ્યા અને પોતાના વિસ્તારમાં કેટલા કેસ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. લોકો દુકાનમાં એકત્ર ન થાય તે માટે ગયા વર્ષે જે પ્રકારે દુકાન બહાર કુંડાળા કરવામાં આવ્યા હતા તેઓ કુંડાળા ફરી એકવાર કરવા તેઓ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો. જે બાદ વેપારીઓએ નક્કી કર્યા મુજબ 25 એપ્રિલ સુધી દુકાનો બે વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાના હકારાત્મક સમાચાર, હજાર નેગેટિવ સમાચાર વચ્ચે આ ન્યૂઝ તમને પોઝિટિવિટી આપશે

સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને શ્રી ઉમિયા વિકાસ ટ્રસ્ટ દ્વારા ૫ દિવસ માટે નિકોલ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે વેપારીઓ દ્વારા કેટલીક દુકાનો બપોર સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. આ સાથે નરોડાના વેપારીઓ પણ.બપોર બાદ દુકાનો બંધ કરશે. નરોડા પાટિયાથી સરદાર નગર સુધી તમામ દુકાનો બંધ રહેશે. અમદાવાદની કુબેર નગર બજાર, સરદાનગર અને નોબલ નગર વિસ્તાર પણ બપોરના 3 વાગ્યા સુધી બંધ રહેશે. આ વિસ્તારના વેપારીઓએ બપોર બાદ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ક્યાં માર્કેટ બંધ રહેશે ?

માધુપુરા માર્કેટ સવારે 9 વાગ્યા થી બપોરે 3 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.
કાલુપુર ચોખા બજાર સવારે 10 થી સાંજે 5.30 કલાક સુધી ચાલુ રહેશે
કાલુપુર ટંકશાળ માર્કેટ સવારે 9 થી સાંજે 5.30 કલાક સુધી ચાલુ રહેશે
Published by:Ashish Goyal
First published:April 19, 2021, 22:38 pm

ટૉપ ન્યૂઝ