Home /News /madhya-gujarat /

અમદાવાદ : પતિની ગેરહાજરીમાં સસરા રૂમમાં આવીને અડપલાં કરતા, સેટેલાઈટનો ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ : પતિની ગેરહાજરીમાં સસરા રૂમમાં આવીને અડપલાં કરતા, સેટેલાઈટનો ચોંકાવનારો કિસ્સો

નરાધમ સસરા પતિની હાજરીમાં પણ અડપલાં કરવાની ચેષ્ટા કરતા પોલીસ ફરિયાદ, સંબંધોની મર્યાદાને શર્મશાર કરતો જઘન્ય કિસ્સો

નરાધમ સસરા પતિની હાજરીમાં પણ અડપલાં કરવાની ચેષ્ટા કરતા પોલીસ ફરિયાદ, સંબંધોની મર્યાદાને શર્મશાર કરતો જઘન્ય કિસ્સો

અમદાવાદ: શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન બાદ જ્યારે તે તેના સાસરે રહેવા આવી હતી ત્યારે તેનો પતિ કામે જતો હતો. અને તે દરમિયાન તેના સસરા રૂમમાં આવી તેની છેડતી કરતા અને શારીરિક અડપલા પણ કરતા હતા. અવારનવાર તેઓને આ હરકત કરવા મનાઈ ફરમાવવામાં આવતી પરંતુ તેમ છતાં તેઓએ આ હરકત ચાલુ રાખી હતી. આખરે કંટાળીને યુવતીએ સેટેલાઈટ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીના તાજેતરમાં જ લગ્ન થયા હતા  લગ્ન બાદ તે શરૂઆતમાં તેના પિયરમાં રહેતી હતી. પરંતુ બાદમાં તે તેના સાસરે રહેવા આવી ગઈ હતી. આ યુવતી જ્યારે સાસરે રહેવા આવી ત્યારે તેનો પતિ અને તે બંને અલગ રૂમમાં સૂતા હતા. જ્યારે આ યુવતી સૂતી હોય ત્યારે તેના સસરા તેના રૂમમાં આવી જતા અને આ યુવતીની છેડતી કરતા હતા.

આ પણ વાંચો :  સુરત : બેકાર પતિ પૈસા માટે મારઝૂ઼ડ કરતો હતો, પત્નીએ દિયર સાથે મળી હત્યા કરી નાખી


આટલું જ નહીં જ્યારે તેનો પતિ બહાર કામ ઉપર જાય ત્યારે તેના સસરા તેની પાસે આવી તેના શારીરિક અડપલાં કરતાં અને તેની છાતી પર હાથ પણ ફેરવતા હતા. આ બાબતે જ્યારે તેણે તેના પતિને વાત કરી ત્યારે તેના આવેશમાં આવી જતા અને કહેતા હતા કે આવું કોઈ કરે નહીં.

પરંતુ સસરા ની આ હરકત ચાલુ રહેતા યુવતી કંટાળી હતી. તેણે તેના પરિવારના અન્ય સભ્યોને જણાવ્યું હતું. પરંતુ તેની આબરૂ બચાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ જ્યારે આ યુવતી તેના પતિ સાથે સૂતી હતી ત્યારે તેના સસરા આવ્યા હતા અને તેની સાથે મળીને શારીરિક અડપલા કર્યા હતા. આખરે કંટાળીને યુવતીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે આ મામલે પતિ સસરા લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : આજથી સુરતીઓ ભરશે ઊંચી ઉડાન, Lockdown બાદ ફરી એરપોર્ટ ધમધમશે
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad police, Crime news, Father-in-law, ગુજરાતી ન્યૂઝ, પતિ-પત્ની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन