બધાની હાજરીમાં બહાર આવ્યું શિવપાલનું દર્દ, કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ...

Haresh Suthar | Pradesh18
Updated: January 2, 2017, 8:57 AM IST
બધાની હાજરીમાં બહાર આવ્યું શિવપાલનું દર્દ, કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ...
ઉત્તરપ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ આંતરિક બખાડો અટકવાનું જાણે નામ લેતો નથી. આ સંજોગોમાં સપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ આ સમગ્ર મામલે ખલમાયકની છબિમાં ઉભરી રહ્યા છે. રવિવારે સાંજે એમનું દર્દ બધાની સામે આવ્યું અને એમણે કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ...ગીત ગાઇને જાણે પોતાની વ્યથા ઠાલવી.

  • Pradesh18
  • Last Updated: January 2, 2017, 8:57 AM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ આંતરિક બખાડો અટકવાનું જાણે નામ લેતો નથી. આ સંજોગોમાં સપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ આ સમગ્ર મામલે ખલમાયકની છબિમાં ઉભરી રહ્યા છે. રવિવારે સાંજે એમનું દર્દ બધાની સામે આવ્યું અને એમણે કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ...ગીત ગાઇને જાણે પોતાની વ્યથા ઠાલવી.

લખનૌની એક હોટલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એમણે પત્રકારો સામે ગીત ગાઇને પોતાનું દુ:ખ દર્શાવવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર શિવપાલની આંખો પણ ભીની થઇ હતી. શિવપાલે દર્દથી જોડાયેલું ગીત...કસમે, વાદે, પ્યાર વફા સબ બાતે હે, બાતો કા ક્યા કહેના ગાયું હતું.

છીનવાયું અધ્યક્ષનું પદ

પ્રદેશમાં ચાલી રહેલ રાજકીય સંકટના ઘટનાક્રમમાં સૌથી છેલ્લે શિવપાલ યાદવનું સપાનું પ્રદેશ અધ્યક્ષ પદ છીનવાયુ. એમના સમર્થકોએ સીએમ અખિલેશ યાદવના નિવાસની બહાર પ્રદર્શન પણ કર્યું. કાર્યકર્તાઓની માંગ હતી કે સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવ એમને ફરીથી પ્રદેશ અધ્યક્ષ બનાવે.

સપાની આપાતકાલિન બેઠકમાં નિર્ણય

આ પહેલા સપાના આપાતકાલિન વિષશેષ રાષ્ટ્રીય સંમેલનમાં પ્રસ્તાવ રજુ કરી કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં સીએમ અખિલેશ યાદવને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવાયા હતા. સાથોસાથ શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ પદેથી દુર કરાયા હતા. તો અમરસિંહને પણ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો હતો.
First published: January 2, 2017, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading