શિવસેનાનો ચાબખો : ઘર ભડકે બળી રહ્યું છે ને પંત પ્રધાન વિશ્વભ્રમણે

Haresh Suthar | Pradesh18
Updated: April 19, 2016, 4:45 PM IST
શિવસેનાનો ચાબખો : ઘર ભડકે બળી રહ્યું છે ને પંત પ્રધાન વિશ્વભ્રમણે
#મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી શિવસેનાએ ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને લઇને વડાપ્રધાન મોદી સામે સીધું નિશાન તાક્યું છે.

#મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી શિવસેનાએ ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને લઇને વડાપ્રધાન મોદી સામે સીધું નિશાન તાક્યું છે.

  • Pradesh18
  • Last Updated: April 19, 2016, 4:45 PM IST
  • Share this:
મુંબઇ #મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી શિવસેનાએ ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને લઇને વડાપ્રધાન મોદી સામે સીધું નિશાન તાક્યું છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક શાંતિની મશાલ લઇને દુનિયા ભ્રમણે નીકળ્યા છે. દરેક દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વડાપ્રધાનના હસ્તધૂનન કે ભેટતાં ફોટા પ્રસિધ્ધ થઇ રહ્યા છે. પરંતુ અહીં એમનું ગુજરાત ભડકે બળી રહ્યું છે.

શિવસેનાએ કહ્યું કે, મોદીના મહેસાણામાં સૌથી વધુ લાવા ધબકી રહ્યો છે. ત્યાં કરફ્યૂ લાદી જાણે કે પોલીસે તાનાશાહી શરૂ કરી છે. હિન્દુસ્તાની જનતાના મનમાં આ શું સળગી રહ્યું છે. એનું સીધુ પ્રતિબિંબ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આને આપણી કમનસીબી જ કહેવી રહી.

શિવસેનાએ કહ્યું કે, વડાપ્રધાન વૈશ્વિક સપાટીએ શાંતિદૂતના રૂપમાં ચમકી રહ્યા છે. પરંતુ જે ગુજરાતનું નેતૃત્વ કરી તેઓ આગળ આવ્યા છે ત્યાં જ અસંતોષની આગ ઉઠી રહી છે.

જોકે પાર્ટીએ આ કહીને વડાપ્રધાનને થોડી રાહત આપી છે કે આ આગને શાંત કરવાની જવાબદારી મોદીની નથી પરંતુ એમની પાદુકાને રાજગાદી પર રાખીને રાજ કરવાવાળાઓની છે. શિવસેનાએ આ કહીને આડકતરી રીતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે નિશાન સાધ્યું છે.

(Photo : saamana)
First published: April 19, 2016, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading