Home /News /madhya-gujarat /આ કેવા પ્રકારના મુસલમાન છે? આતંકવાદ જ એમનો ધર્મ છે: શેખ હસીના

આ કેવા પ્રકારના મુસલમાન છે? આતંકવાદ જ એમનો ધર્મ છે: શેખ હસીના

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં આતંકવાદીઓએ કરેલા હુમલા સામે સેનાએ વળતો જવાબ આપી આતંકવાદીઓને ઠાર કર્યા છે. આધુનિક હથિયારોથી સજ્જ બાંગ્લાદેશી કમાન્ડોએ આ રેસ્ટોરન્ટ પર હલ્લાબોલ કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓને રેસ્ટોરન્ટમાં વિદેશી નાગરિકો સહિત કેટલાક લોકોને 12 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા.

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં આતંકવાદીઓએ કરેલા હુમલા સામે સેનાએ વળતો જવાબ આપી આતંકવાદીઓને ઠાર કર્યા છે. આધુનિક હથિયારોથી સજ્જ બાંગ્લાદેશી કમાન્ડોએ આ રેસ્ટોરન્ટ પર હલ્લાબોલ કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓને રેસ્ટોરન્ટમાં વિદેશી નાગરિકો સહિત કેટલાક લોકોને 12 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઢાકા #બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં આતંકવાદીઓએ કરેલા હુમલા સામે સેનાએ વળતો જવાબ આપી આતંકવાદીઓને ઠાર કર્યા છે. આધુનિક હથિયારોથી સજ્જ બાંગ્લાદેશી કમાન્ડોએ આ રેસ્ટોરન્ટ પર હલ્લાબોલ કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓને રેસ્ટોરન્ટમાં વિદેશી નાગરિકો સહિત કેટલાક લોકોને 12 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા.

આતંકવાદી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સુરક્ષા એજન્સીઓના ઓપરેશનને સફળ ગણાવતાં કહ્યું હતું કે, 13 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ સ્પેનિશ રેસ્ટોરન્ટમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે અને એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે.

હસીનાએ કમાન્ડો અભિયાન ખતમ થયા બાદ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું અલ્લાહનો આભાર વ્યક્ત કરૂ છું કે અમે આતંકવાદીઓને ખતમ કરવામાં અને બંધકોને બચાવવામાં સફળ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે 13 બંધકોવે બચાવી લીધા છે. જેમાંથી કેટલાક ઘાયલ છે. પરંતુ હુમલાના સ્થળેથી કોઇ આતંકવાદીને અમે છટકવા નથી દીધો. છ આતંકવાદીઓને ઠાર કરાયા છે તો એકને જીવતો પકડી લેવાયો છે. જોકે તેમણે આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા એ અંગે સ્પષ્ટતા કરી ન હતી.

બાંગ્લાદેશના વડાપ્રધાને એ વિગતો પણ ઉજાગર ન કરી કે રેસ્ટોરન્ટમાં કેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. અગાઉ કહેવાયું હતું કે, 30થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જેમાં 20 વિદેશી નાગરિકો હતા. રેસ્ટોરન્ટમાંથી બચાવી લેવાયેલા લોકોમાં ભારતીય, શ્રીલંકા અને જાપાની નાગરિક છે.

હુમલાની ઘટના અંગે તીખી પ્રતિક્રિયા આપી સાથોસાથ એમણે કટ્ટરવાદી અને આતંકવાદને ખતમ કરવા માટે સરકારની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અમારી સરકાર આતંકવાદીઓ અને હિંસક કટ્ટરપંથીઓનો સફાયો કરવા માટે બધુ જ કરી છુટશે.

આતંકવાદીની મુસ્લિમ ઓળખને લઇને સવાલ કરતાં હસીનાએ કહ્યું કે તે કેવા પ્રકારના મુસલમાન છે. તેમણે રમઝાનના મૂળ સંદેશનું ઉલ્લંઘન કર્યું છે અને લોકોની હત્યા કરી છે. જે રીતે એમણે લોકોની હત્યા કરી છે એ સહી શકાય એમ નથી. એમનો કોઇ ધર્મ નથી. આતંકવાદ જ એમનો ધર્મ છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, બાંગ્લાદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन