અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress)ફરી એક વખત કકળાટ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ના વિપક્ષના નેતા (Leader of Opposition)તરીકે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan)નું નામ લગભગ નક્કી થઇ ગયું છે. આ નામની જાહેરાત થતા જ 10 કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો છે અને રાજીનામા આપ્યા છે.
કોંગ્રેસમાં જૂથવાદ
કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી, ઇકબાલ શેખ, તસ્લીમ તિર્મિઝી, ઝુલ્ફીખાન પઠાણે રાજીનામાં આપ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે બે ગ્રુપ પડી ગયા છે. બન્ને ગ્રુપ આમને સામને આવી ગયા છે અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે. શહેઝાદ ખાન પઠાણ નામ ચર્ચા થતા એક જૂથ નારાજ જોવા મળી રહ્યું છે. કારણ કે, બીજા જૂથે ઇકબાલ શેખ અને કમળાબહેન ચાવડા નામ પર સહમતી દર્શાવી હતી.
આ મુદ્દે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે હું નારાજ કોર્પોરેટરને મળવા જઈશ. પાર્ટી માટે હું તમામ કોર્પોરેટરને મળીશ. કમળાબેનના તમામ આરોપ ખોટા છે. હું પાર્ટી માટે સમાધાન કરવા તૈયાર છું. હું મેં કોઇની સાથે ખરાબ વ્યવહાર કર્યો નથી. હું બધા કોર્પોરેટને માન સન્માન આપું છું.
કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે જણાવ્યું હતું કે બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. રાજીનામાની કોઇ વાત નથી.
અમદાવાદ મહાનગર પાલિકા વિપક્ષ નેતા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક નવી ફોર્મ્યુલા બનાવી છે. જેમા દર વર્ષે વિપક્ષ નેતા બદલાશે. આમ ચાર વર્ષ માટે ચાર વિપક્ષ નેતા રહેશે. પહેલા એક વર્ષ માટે મુસ્લિમ, બીજા વર્ષ માટે દલિત, ત્રીજા વર્ષ માટે મુસ્લિમ અને ચોથા વર્ષ માટે ફરી એકવાર દલિત કાઉન્સિલરને વિપક્ષ નેતા બનાવામા આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર