Home /News /madhya-gujarat /

અમદાવાદના કોઇ પોલીસ સ્ટેશનમાં મારું નામ પૂછી લેજે હું મનીષ ડોન છું, રૂપિયા પડાવવા યુવકને ધમકી

અમદાવાદના કોઇ પોલીસ સ્ટેશનમાં મારું નામ પૂછી લેજે હું મનીષ ડોન છું, રૂપિયા પડાવવા યુવકને ધમકી

ચાંદખેડા પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News: શેરબજારમાં રોકાણ (Invest in sharemarket) કરેલ રૂપિયા પરત માંગતા ની સાથે જ આરોપી યુવકને શેરબજારમાં નુકસાન થયું હોવાનું કહીને રૂપિયા 1.25 કરોડ ની માગણી કરી. અને જો રૂપિયા નહિ આપે તો જાનથી મારી (death threat) નાંખવાની ધમકી પણ મળી.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરના ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં એક યુવકને શેરબજારમાં રોકાણ (Invest in sharemarket) કરવું ભારે પડ્યું છે. શેરબજારમાં રોકાણ કરેલ રૂપિયા પરત માંગતા ની સાથે જ આરોપી યુવકને શેરબજારમાં નુકસાન થયું હોવાનું કહીને રૂપિયા 1.25 કરોડ ની માગણી કરી. અને જો રૂપિયા નહિ આપે તો જાનથી મારી (death threat) નાંખવાની ધમકી પણ મળી. જે મામલે યુવક એ તેના પરિવારજનો ને જાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

શહેરના મોઢેરા વિસ્તારમાં રહેતા અને ઓટો ગેરેજ ને લગતો ધંધો કરતા યુવક ને શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હતી. જેથી તેની દુકાન ની બાજુ માં દુકાન ધરાવતા વ્યક્તિ એ તેનો સંપર્ક સાબરમતી વિસ્તાર માં રહેતા અંકિત શાહ સાથે કરાવ્યો હતો. અંકિત શાહે ફરિયાદીને જણાવ્યું હતું કે તારે શેરબજારમાં જેટલું રોકાણ કરવું હોય એટલું રોકાણ હું તારા વતી કરતો રહીશ, તારે મને દર મહિને પૈસા આપવાના રહેશે. જેથી ફરિયાદીને રૂપિયા ૪૨ લાખ જેટલું રોકાણ શેરબજારમાં કર્યું હતું.

પરંતુ હવે વધુ રોકાણ થઇ શકે તેમ ન હોવાથી ફરિયાદીએ અંકિત શાહને હિસાબ કરવા માટે જણાવ્યું હતું. અંકિત શાહ ફરિયાદીની દુકાને આવીને મૌખિક જણાવ્યું હતું કે તે જે શેરબજારમાં રોકાણ કરેલ છે તેમાં તારે નુકસાન ગયેલ છે. હજુ તારે મને આશરે સવા કરોડ રૂપિયા આપવાના થાય તે નજીક ના સમય માં મને કરી આપજે. જોકે બે દિવસ બાદ ફરીથી અંકિત શાહ ફરિયાદી ની દુકાને આવ્યો હતો.

આ પણ વાંચોઃ-Murder: સુરતમાં એક રૂપિયાની બીડી માટે બે સગીરોએ યુવકી કરી ઘાતકી હત્યા

અને ફરિયાદી ને બીભત્સ ગાળો બોલીને ડરાવી ધમકાવીને ચાર ચાર લાખ ની કિંમત ના 12 ચેક લખાવી સહી ઓ કરાવી લીધી હતી. જો કે ફરિયાદી એ તેનું બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. જો કે આરોપી એ ત્રણ ચેક બેંક માં ભરતા બાઉન્સ થયા હતા જેમાં મેં તેણે વકીલ મારફતે નોટિસ પણ મોકલાવી હતી.

આ પણ વાંચોઃ-Crime: અમદાવાદમાં પ્રેમ લગ્ન કર્યા બાદ ભારોભાર પસ્તાઈ યુવતી, દારૂ પીને પતિ કરે છે પત્ની પર અત્યાચાર

જો કે સાતમી એપ્રિલે ફરિયાદી જ્યારે તેની દુકાન પર હાજર હતો તે દરમિયાન એક કારમાં ત્રણ લોકો આવ્યા હતા જેમાથી એક શખ્સે પોતાની ઓળખ મનીષ ગોસ્વામી તરીકેની આપી હતી. જેણે ફરિયાદી ને જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના કોઇ પોલીસ સ્ટેશનમાં મારું નામ પૂછી લેજે હું મનીષ ડોન છું, મારું નામ તે સાંભળેલ હશે. તેમ કહીને તેના ખિસ્સામાંથી અડધું ચપ્પુ બહાર કાઢી ધમકી આપી હતી કે તારે અંકિત શાહ ને જે પૈસા આપવાના છે તે આપી દેજે નહીં તો ૪૮ કલાકમાં તને જાનથી મારી નાખીશું.

હું તો અગાઉ પણ ઘણા ગુનામાં જેલમાં જઈને આવ્યો છું એક ગુનો વધારે મને કોઈ ફરક નહીં પડે. આજે તો અમે કંઈ નહીં કરીએ પણ ફરી આવીશું. અમારું કામ જ આ છે. તેમ કહીને તેઓ જતા રહ્યા હતા. જો કે આ બાબત ની જાણ ફરિયાદી એ તેના પરિવારજનો ને જાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. હાલ માં ચાંદખેડા પોલીસ એ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર