શંકરસિંહ વાઘેલાએ કોરોનાને મ્હાત આપી, બાપુ બોલ્યા - હું ઑવર કોન્ફિડન્સમાં હતો કે...

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને મ્હાત આપી, બાપુ બોલ્યા - હું ઑવર કોન્ફિડન્સમાં હતો કે...
covid19ને મ્હાત આપીને શંકરસિંહ વાઘેલા સ્ટર્લિંગ હૉસ્પિટલમાંથી બહાર આવ્યા હતા.

79 વર્ષના પૂર્વ મુખ્યમંત્રીને કોરોના થતા પહેલાં ઘરમાં ત્યારબાદ સ્ટર્લિંગ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સાંભળો વીડિયોમાં સાજા થયા બાદ બાપુએ શું કહ્યુ ?

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના ઝપટમાં રાજનેતાઓ પણ આવી રહ્યા છે. કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. બાપુને કોરોના થતા અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે કોરોનાને મ્હાત આપી છે અને ડિસ્ચાર્જ થયા છે. 79 વર્ષના પૂર્વ મુખ્યમંત્રીને કોરોના થતા પહેલાં ઘરમાં હાઉસ ટ્રીટમેન્ટ આપવાની તૈયારીઓ કરાઈ હતી પરંતુ તબિયત લથડતા બાપુને સ્ટર્લિંગમાં લાવવામાં આવ્યા હતા.

    આજે હૉસ્પિટલમાંથી બાપુને તાળીઓના રણકાર વચ્ચે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જાહેર જીવનના ચેમ્પિયન એવા બાપુએ કોરોના વિશે ચોંકાવનારૂં નિવેદન પણ આપ્યું હતું. શંકરસિંહે એક વીડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે 'આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી. હું અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું. મારા ડૉક્ટરોએ સારી સારવાર કરી છે. જે લોકો અહીં દુખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીશ'



    આ પણ વાંચો : સુરત : દિયરના લગ્નની વાત ભંગાવવા માટે ભાભીએ તમામ હદ વટાવી, પોલીસ તપાસમાં ખુલ્યું રહસ્ય



    હું ઑવર કૉન્ફિડન્સમાં હતો કે....

    બાપુએ કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ કહ્યું કે 'હું પાછલા 2-3 મહિના દરમિયાન લોક સંપર્કમાં હતો અને ખુબ ફર્યો છું. હું ઑવર કૉન્ફિડન્સમાં હતો કે મને કોરોના રૂટિન છે, હું સિવિલમાં ગયો, ભરૂચમાં એક અકસ્માતે મૃત્યુ પામેલા લોકો વચ્ચે હતો. આ તમામ મુલાકાતોમાં ક્યાંક કોઈ જગ્યાએ મને કોરોના ચોંટ્યો હશે.'

    આ પણ વાંચો :  coronavirus : સુરત બાદ હવે વડોદરામાં ચિંતા વધી, 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસ પોઝિટિવ, 6 દિવસમાં 370 વ્યક્તિ સંક્રમિત

    ભરતસિંહ સોલંકીને પણ થયો છે કોરોના

    કોરોના વાયરસને રાજ્યમાં રાજનેતાઓને પણ ઝપટમાં લીધા છે. કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ છે. તેમની સાથે કૉંગ્રેસના પૂર્વ ઉપાધ્યાક્ષ મૌલિન વૈષ્ણવ પણ કોરોના પોઝિટિવ છે. આ સાથે કૉંગ્રેસના અન્ય નેતાઓ પણ ક્વૉરન્ટી થયેલા છે. દરમિયાન મૌલિન વૈષ્ણવનો ગઈકાલે કરવામાં આવેલો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:July 06, 2020, 19:06 pm