રાજકીય ભૂકંપઃ શંકરસિંહ વાઘેલાનું NCPના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું, નવો મોરચો પ્રજા વચ્ચે આવશે

રાજકીય ભૂકંપઃ શંકરસિંહ વાઘેલાનું NCPના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું, નવો મોરચો પ્રજા વચ્ચે આવશે
ફાઈલ તસવીર

શંકરસિંહ વાઘેલાએ NCPના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.

 • Share this:
  અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) એનસીપીમાંથી (NCP) રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ NCPના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું (resignation) આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે.

  શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે એનસીપીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું છે. તેમને દિલ્હીની જવાબદારી સંભાળવાની હતી પરંતુ લોકડાઉનમાં મળવાનો સમય ન મળ્યો. જોકે, પ્રફૂલ પટેલે મને પ્રદેશ પ્રમુખ બદલીયે તો કેવું એવી વાત કરી હતી પંરતુ આ મુદ્દે કોઈ સંવાદ થયો ન હતો. જે યોગ્ય નથી. આ મુદ્દે સવાદ થવો જોઈતો હતો. જે ના થયો.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી પાછળ અનેક કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા હતા. લોકો નવા મોરચાની વાત લઈને મારી પાસે આવ્યા છે. પ્રજા શક્તિ મોરચો નામથી નવા મોરચો પ્રજા વચ્ચે આવશે. આ મોરચો મે નથી બનાવ્યો પરંતુ મારા સમર્થક લોકો આ પ્રસ્તાવ લઈને મારી પાસે આવ્યા છે. આ ફ્રન્ટ મોરચો છે. જે કોઈ કોઈપણ પાર્ટીથી દુઃખી હોય તે આમા જોડાઈ શકે છે. પાર્ટી ફોર્મેશન મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. એ પછી લેવાશે. શક્તિ દળ ચાલુ રહશે. વિજયા દશમી સુધી મિલ્ટ્રી ફોર્સ બનાવવાની યોજના છે.

  બાપુએ તાજેતરમાં રાજકીય ઘટનાઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યોના પદાધિકારીઓ પાર્ટીથી અસંતુષ્ટ હોવાનાનું પોતાના રાજીનામાનું કારણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં ગુજરાતના એનસીપી અધ્યક્ષ તરીકે શંકરસિંહ વાઘેલાને હટાવીને જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિમણૂંક કરવાથી તેઓ નારાજ હતા.

  આ પણ વાંચોઃ-ભારતને નુકસાન પહોંચાડવા માટે ચીને ચાલી નવી ચાલ! જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો કરી રહ્યું છે

  પોતાના પત્રમાં તેણે શરદ પવાર પોતે પ્રફુલ પટેલ સાથે ગુજરાત આવીને એનસીપીમાં સામેલ કરવા માટે શરદ પવારનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં એનસીપીના કાર્યકર્તાઓની હાજરી મજબૂત કરી છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે, પરંતુ મારા અધ્યક્ષતામાં થયેલા બદલાવ અને તાજેતરની રાજનીતિક પ્રગતિના પગલે આખી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લાના નેતાઓમાં નિરાશા ભરાઈ હતી. તેમણે પોતાના પત્રમાં આ જ કારણે પાર્ટી છોડી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

  ઉલ્લેખનયી છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા રહી ચૂકેલા અને કોગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ 2019માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આવ્યું હતું. ત્યારબાદ ભાજપમાં જોડાવાની અફવાઓ પ્રબળ બની હતી. જોકે, શંકરસિંહ વાઘેલાએ એનસીજીનો છેડો પકડ્યો હતો. એનસીપીના હાઈકમાર્ડ દ્વારા બાપુને એનસીપીમાં જનરલ સેક્રેટરીનો કાર્યભાર આપ્યો હતો. ત્યારબાદ એનસીપીના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે પણ વરણી કરવામાં આવી હતા.  મહત્વનું છે કે અગાઉ 4 જૂને શંકરસિંહ વાઘેલાએ NCPના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ બાદ જ બાપુ પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહને પ્રમુખ પદેથી હટાવ્યા હતાં પરંતુ જનરલ સેક્રેટરીના પદે યથાવત રાખ્યાં હતાં. જો કે બાપુ તેનાથી નારાજ થયાં હતાં અને તેમણે ટ્વીટર પરથી પણ NCP જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 19મીએ NCP સાથે મારા સંબંધોનું ભાવિ નક્કી કરશે જેના પરિણામે આજે રાજીનામું આપી દેતાં આ પરિણામ બહાર આવ્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:June 22, 2020, 16:36 pm