UPમાં યાદવોનું રાજ, યાદવો એજ મથુરા કાંડને અંજામ આપ્યોઃ શંકરાચાર્ય

Parthesh Nair | IBN7
Updated: June 6, 2016, 2:58 PM IST
UPમાં યાદવોનું રાજ, યાદવો એજ મથુરા કાંડને અંજામ આપ્યોઃ શંકરાચાર્ય
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મીડિયાકર્મિઓ સાથે વાતચીત કરતા મથુરાના જવાહર બાગ મામલાને લઇને અખિલેશ સરકારને દોષી ગણાવ્યા છે

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મીડિયાકર્મિઓ સાથે વાતચીત કરતા મથુરાના જવાહર બાગ મામલાને લઇને અખિલેશ સરકારને દોષી ગણાવ્યા છે

  • IBN7
  • Last Updated: June 6, 2016, 2:58 PM IST
  • Share this:
લલિતપુર# શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મીડિયાકર્મિઓ સાથે વાતચીત કરતા મથુરાના જવાહર બાગ મામલાને લઇને અખિલેશ સરકારને દોષી ગણાવ્યા છે. શંકરાચાર્યનું કહેવું છે કે, સમાજવાદી સરકાર માં જ્ઞાતિવાદની બોલબાલા છે અને યાદવ કનેક્શન ને લઇને મથુરામાં આ ઘટના ઘટી છે.

અખિલેશ સરકાર પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યાદવોનું રાજ છે અને મથુરા ના જવાહર બાગ માં જે લોકોએ કબજો કર્યો હતો તે પણ યાદવ હતા. સરકારની બેદરકારીના કારણે જ તે જગ્યાએ મોટી માત્રમાં હથિયારો એકત્રિત કરવામાં આવ્યા હતા.

આ અવસર પર શંકરાચાર્યે મોદી સરકારને પણ ઘેરવાના પ્રયાસ કર્યા હતા. તેઓએ કહ્યું કે, દેશની મોદી સરકારના બે વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે, પરંતુ આ સરકાર જનતાને કરેલા વાયદા પર ખરી ઉતરી શકી નથી. વિકાસના નામ પર મોદી સરકાર શૌચાલયોનું જ નિર્માણ કરી રહી છે.

શંકરાચાર્યે કહ્યું કે, તમામ સ્કુલો અને કોલેજો માં ભગવાન રામનું ચિત્ર લગાવવું જોઇએ. જ્યાં એક મુસલમાન મદરેસાઓમાં ઇસ્લામની શિક્ષા આપી શકે છે, ઇસાઇ મિશનરી સ્કુલોમાં બાઇબલની શિક્ષા આપી શકે છે, પરંતુ આપણા બાળકો ધર્મની શિક્ષા માટે ક્યાં જશે?
First published: June 6, 2016, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading