અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

મહિલાના બ્લોકમાં સીડીમાં પડોશમાં રહેતો એક નરાધમ અન્ડરવેર પહેરીને ઊભો હતો અને ગાળો બોલતો હતો. આરોપી દારૂ પીધેલી હાલતમાં હોવાનું લાગતા મહિલા તેના ઘરે જવા માટે ગભરાતી હતી.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) પોશ ગણાતા બોડકદેવ (Bodakdev) વિસ્તારમાં એક શરમજનક ઘટના બની હતી. બોડકદેવ વિસ્તારમાં એક નરાધમે મહિલાને બાથમાં (woman hug) પકડી ડ્રેસ ફાડી (woman molestation) નાખ્યો હતો. અને તેના પતિને ઉપરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે, મહિલાએ પોલીસ ફરિયાદ (police complaint) કરતા પોલીસે તાત્કાલિક પગલાં લઈને આરોપીને પકડી પાડ્યો હતો.

અમદાવાદના શહેરના બોડક દેવ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે આજે સવારે તે ઓફિસમાં કામ પતાવીને તેના ઘરે જઈ રહી હતી. ત્યારે તેના બ્લોકમાં સીડીમાં પડોશમાં રહેતો એક નરાધમ અન્ડરવેર પહેરીને ઊભો હતો અને ગાળો બોલતો હતો.જો કે આરોપી દારૂ પીધેલી હાલતમાં હોવાનું લાગતા મહિલા તેના ઘરે જવા માટે ગભરાતી હતી. જો કે છતાં પણ મહિલા એ હિંમત કરીને નરાધમની બાજુમાંથી સીડી ચઢવા માટે ગઈ તો આરોપીએ મહિલાને બાથમાં પકડી લીધી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

આ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

મહિલા એ બુમા બૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જો કે મહિલાએ આરોપીની બાથમાંથી છોડવાનો પ્રયાસ કરતા તેણે મહિલાનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. જો કે મહિલાના પતિને જાણ કરતા તેઓ પણ ઘરે આવ્યા હતા. ત્યારે આરોપી તેને જોઈને પણ ગાળો બોલવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

મહિલાના પતિએ તેને આવું ના કરવા માટે કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપી હતી કે તને હું ઉપરથી નીચે ફેંકી દઈશ મારી નાંખીશ. તેમ કહીને તે તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે મહિલાની ફરિયાદ નોંધીને હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:March 17, 2021, 22:19 pm

ટૉપ ન્યૂઝ