રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી, તંત્ર વાવાઝોડામાં સ્ટેન્ડબાયઃ CM

News18 Gujarati
Updated: June 11, 2019, 8:05 PM IST
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી, તંત્ર વાવાઝોડામાં સ્ટેન્ડબાયઃ CM
મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી, બેઠકમાં વાયુ વાવાઝોડાને કેવી રીતે પહોંચી વળવું તથા કેવી તૈયારી કરવામાં આવે તે અંગે સમીક્ષા કરવામાં આવી

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી, બેઠકમાં વાયુ વાવાઝોડાને કેવી રીતે પહોંચી વળવું તથા કેવી તૈયારી કરવામાં આવે તે અંગે સમીક્ષા કરવામાં આવી

  • Share this:
રાજ્યમાં થોડી જ કલાકોમાં વાવાઝોડું વાયુ ધમરોળશે, આ અંગે મુખ્યમંત્રીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે હાઇલેવલની બેઠક યોજી હતી, બેઠકમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર અધિકારીઓ વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે સ્ટેન્ડબાય છે.

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, બેઠકમાં વાયુ વાવાઝોડાને કેવી રીતે પહોંચી વળવું તથા કેવી તૈયારી કરવામાં આવે તે અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી, હાલમાં જ સ્કૂલોમાં વેકેશન પૂર્ણ થયું છે, ત્યારે સરકાર તરફથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું હતું, જો કે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં તારીખ 13થી 15 દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'વાયુ' વાવાઝોડુંઃ પોરબંદરના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે

હાઇલેવલની બેઠકમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લા જ્યાં વાયુ વાવાઝોડાની અસર થશે ત્યાં ત્રણ દિવસ સુધી રજા જાહેર કરવામાં આવી છે. બેઠકમાં જણાવાયું કે હાલ સમગ્ર તંત્ર વાયુ વાવાઝોડા માટે સ્ટેન્ડબાય છે આથી આ નિર્ણય લેવામાં આવ્યા છે.

સાથોસાથ આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ માટે ક્લીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી અનુસંધાને તારીખ 11થી 15 દરમ્યાન ટેસ્ટ લેવાનું આયોજન હતું, જેમાં આજની તારીખ 11 મેનાં દિવસના જે કોલ લેટર મોકલાયા હતાં, તે ઉમેદવારોની ટેસ્ટ લેવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે પરંતુ, તારીખ 12થી 15 મેના દિવસોએ જે ટેસ્ટ લેવાની હતી તે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે હાલતુર્ત મોકૂફ રાખવામાં આવેલી છે અને ટેસ્ટ માટેની નવી તારીખો હવે નક્કી થયે તેની જાહેરાત કરવામાં આવશે.
First published: June 11, 2019
વધુ વાંચો
अगली ख़बर