Home /News /madhya-gujarat /

રાજ્યમાં સૂર્ય પ્રકોપથી લોકો ત્રાહિમામ, ગરમી વધતા હોસ્પિટલમાં દર્દીઓ પણ વધ્યા

રાજ્યમાં સૂર્ય પ્રકોપથી લોકો ત્રાહિમામ, ગરમી વધતા હોસ્પિટલમાં દર્દીઓ પણ વધ્યા

દર્દીઓની પણ સંખ્યા વધી

Heat wave in Gujarat: બાળકોની ઓપીડીમાં પણ વધારો. ગરમીમાં બાળકોના સ્વાસ્થ્યની વિશેષ તકેદારી રાખવા ડોક્ટરની સલાહ.

અમદાવાદ: રાજ્યભરમાં (Gujarat heat wave) કાળઝાળ ગરમી પડી રહી છે. બપોર થતા તો એવું લાગે જાણે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. સૂર્યના પ્રકોપથી લોકો પ્રયાસ કરે છે તેમ છતાં પણ ગરમીની ઝપેટમાં આવી રહ્યા છે. ગરમીના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં (OPD at Civil Hospital) ઓપીડી વધી રહી છે. સાથે બાળકોની ઓપીડી પણ વધી રહી છે. સૌથી વધી ઝાડા ઉલ્ટી થઈ રહી છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો  ગરમીનો શિકાર બની રહ્યા છે.સોલા સિવિલ હોસ્પિટલમાં માર્ચ માસમાં 29528  દર્દીઓ ઓપિડીમાં આવ્યા .જ્યારે ચાલુ એપ્રિલ મહિનાની અત્યાર સુધીની ઓપીડી 31400 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે.સાથે બાળકો ઓપીડી પણ વધી છે.

ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં 1989 બાળકો ઓપીડીમાં સારવાર માટે સોલા સિવિલ આવ્યા.જેમાં 50 ટકા બાળકોને દાખલ કરવાની ફરજ પડી  છે.એપ્રિલ મહિના અત્યાર સુધીમાં 900 બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના આર એમ ઓ. ડોકટર પ્રદીપ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે ગરમી વધી રહી છે સામાન્ય ઓપીડી 29 હજાર પહોંચી હતી. પરંતુ એપ્રિલના અત્યાર સુધીમા 31 હજાર પહોંચી છે. હિટ સ્ટોકના દર્દીઓ માટે અલગ થી 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોની ઓપીડીમાં અત્યાર સુધીની  2 હજાર પહોંચી છે.જેમાંથી 980 બાળકો એડમિટ કરવાની ફરજ પડી હતી.બાળકોને 24 કલાક ઓબઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ તબિયત સારી હોય તો રજા આપી દેવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદમાં આગામી બે દિવસ Red Alert જાહેર, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે

અમદાવાદ શહેરમાં પણ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે જાન્યુઆરી થી અત્યાર સુધીમાં 1344 કેસ ઝાડા ઉલ્ટીના નોંધાયા છે. 464 કમળાના કેસ, ટાઈફોડ 404 કેસ અને એક કેસ કોલેરાનો નોંધાયો છે.

આ પણ વાંચો - મે ખેડૂતોની મહેનતને વધારે ચમકાવી શકો છો, અન્નદાતા ઉર્જાદાતા બને તે સપનું : પાટીદાર સમિટમાં પીએમ મોદી

ગરમી વધી રહી છે સાથે લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે ગરમીમાં સ્વાસ્થ્ય વિશેષ ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી છે.અને ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવું જોઈએ.બહાર કે વાસી ભોજન ખાવાનું ટાળવું જોઈએ.

બપોરના 12 થી 4 ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.સીધા સૂર્યના કિરણોથી બચવું જોઈએ.સાથે પાણી વારંવાર પીવું જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat weather update, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર