અમદાવાદમાં વાંદરાનો આતંક, સાત લોકોને ભર્યા બચકા

News18 Gujarati
Updated: May 28, 2019, 7:09 AM IST
અમદાવાદમાં વાંદરાનો આતંક, સાત લોકોને ભર્યા બચકા
વાંદરાનો આતંક

આ વિસ્તારમાં કપિરાજનો એટલો આતંક વધ્યો છે કે લોકો કપિરાજને કારણે થરથર થર કાંપી રહ્યા છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ : સરસપૂરમાં કપિરાજનો આતંક એટલો ફેલાયો છે કે વિસ્તારનાં લોકો ટેરેસ પર સુવા જવાનું ભૂલી ગયા છે. આ વિસ્તારમાં કપિરાજનો એટલો આતંક વધ્યો છે કે લોકો કપિરાજને કારણે થરથર થર કાંપી રહ્યા છે.

અમદાવાદના સરસપૂરમાં આવેલી પોપટલાલ મોહનલાલની ચાલી પાસે રોજ સવારે 6 વાગતાં જ કપિરાજ આવી જાય છે, અને ટેરેસ સુતેલાં લોકોનાં પગ પર બચકાં ભરે છે. એક બે નહી, આ વિસ્તારમાં કુલ 7 લોકો કપિરાજને કારણે જ્ખમી બન્યા છે. જેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ મેળવી છે. જો કે આ માટે વિસ્તારનાં લોકો વન્ય વિભાગને જાણ પણ કરી છે. છતાં હજુ સુધી કપિરાજ ન પકડાતા લોકોના જીવ અધ્ધર છે. આ તરફ ન્યુઝ18ના અહેવાલ બાદ જ્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર આર કે સાહુને જાણ થતાં, તેમને સ્થાનિકોની મદદ માટે ટીમ મોકલવાની બાંયધરી આપી છે.

ઈજાગ્રસ્ત મુકેશભાઈના કહેવા પ્રમાણે આજે સવારે 6 વાગે તેઓ ઉઠ્યાં ત્યારે અચાનક તેમનાં પગમાં બળવા માંડ્યુ. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે પગમાં મોટો ખાડો પડી ગયો છે. કપિરાજે બચકાં ભરીને પગને કોતર્યો હતો. આજે તેમને પગમાં 6 ટાકા લેવા પડ્યા છે.

ઈજાગ્રસ્ત ચિરાગભાઈની પણ આ જ હાલત છે. ચિરાગભાઈના કહેવા મુજબ તેઓ સવારે ઉઠી જાય છે, પરંતુ રવિવાર હોવાથી તેઓ પોણા સાત સુધી ટેરેસ સુતા રહ્યા. જેને કારણે કપિરાજે તેમને બચકું ભરી લીધું છે. હાલ તેમને 7 ટાકા લેવા પડ્યા છે.

ઈજાગ્રસ્ત અયુબ ખાન સાથે આ ઘટના 15 દિવસ પહેલાં બની હતી પરંતુ તેઓ આજેય એ ઘટનાને ભૂલ્યા નથી. કારણ કે કપિરાજ બચકાં ભરવાની સૌ પ્રથમ ઘટના તેમની સાથે બની હતી. અયુબ ખાન સાથે સવારે 6 વાગે જ આ ઘટના બની હતી. હાલ તેઓ બેડ રેસ્ટ કરે છે તેમને પણ 12 ટાકા લીધા છે.

જો કે આ સમગ્ર ઘટનામાં સોશિયલ એક્ટિવિસ્ટ સંદિપ રાઠોડનું કહેવું છે કે તેમણે આ અંગે વન્ય વિભાગના ટોલ ફ્રી નંબર પણ જાણ કરી હતી. જે બાદ 2 લોકોની ટીમ સાંજના 8 વાગે આવી પણ હતી. જો કે કપિરાજ ના મળતાં તેઓ પરત ફર્યા હતા. તેમની અરજ છે કે જો વહેલી સવારે વન્ય વિભાગની ટીમ આવી જાય તો સવારના સમયે આંતક ફેલાંવતા કપિરાજને પકડી શકાય.આ અંગે જ્યારે ન્યુઝ18 સંવાદાદાતા દીપિકા ખુમાણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર આર કે સાહુને જાણ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, કપિરાજ વન્ય જીવ હોવાથી વન્ય વિભાગ કાર્યવાહી કરે છે. પરંતુ લોકોની પરેશાનીને કારણે પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર તરીકે હું બાંયધરી આપું છું કે મારી ટીમ કપિરાજને પકડશે જેથી વધુ કોઈ વ્યક્તિ ભોગ ના લેવાય.
First published: May 27, 2019, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading