હવસ ન સંતોષાતા 22 વર્ષીય યુવતી અને 12 માસની દીકરીની કરી હતી હત્યા, સેસન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

હવસ ન સંતોષાતા 22 વર્ષીય યુવતી અને 12 માસની દીકરીની કરી હતી હત્યા, સેસન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
પ્રતિકાત્મક તસવીર

2016માં આરોપીએ એક મહિલા સહિત બાળકીને મોતને ઘાટ ઉતારી હતી

  • Share this:
અમદાવાદ : 2016માં આરોપીએ એક મહિલા સહિત બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. સેસન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ  અને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ કેસની કાર્યવાહી પણ ઓનલાઇન કરી હતી અને ચુકાદો પણ ઓનલાઈન જાહેર કર્યો.

આ કેસની હકીકત એવી છે કે ડબલ મર્ડરની ઘટના સાણંદના વડનગરમાં સામે આવી હતી. વડનગરમાં રહેતા યુવકે પોતાની હવસ ન સંતોષાતા 22 વર્ષીય યુવતી અને તેની 12 માસની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારો આરોપી પકડાઈ જતાં સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે, વડનગરમાં મૂળ બિહારનો પરિવાર રહેતો હતો. 22 વર્ષીય પરણીત યુવતી અને 12 માસની પુત્રી ઘરે એકલા હતા તેવા સમયે પરિચીત યુવક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસીને તેણે યુવતી સાથે બળજબરી શરુ કરી હતી. જો કે, પરિણીતાએ યુવકનો પ્રતિકાર કરતાં જ તેને દાતરડાના ઘા ઝીંકી દીધા હતા. યુવતીના ખભે 12 માસની બાળકી હતી તેને પણ આ શખ્સે દાતરડું ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ પણ વાંચો - આયુર્વેદિક દવાઓથી થશે કોવિડ-19ની સારવાર, ભારત-US ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરશે

ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તર પ્રદેશના અને સાણંદ તાલુકાના વડનગર ગામમાં ભાડાના મકાનમાં રહીને નજીકની ફેક્ટરીમાં કામ કરતો ધનંજય રાજેન્દ્રગીરી નોકરીએ ગયો હતો. તે સમયે ઘરે પત્ની ચંદા અને 12 માસની પુત્રી રિયા એકલા હતા. તેવામાં બપોરે સ્થાનિકનો ધનંજયભાઇ પર ફોન આવ્યો કે તેમના ઘરે પોલીસ આવી છે. ધનંજયભાઇ ઘરે આવ્યા અને જોયું તો તેમની પત્ની અને પુત્રી લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. હત્યા થઇ હોવાનું માલૂમ થતાં જ ધનંજયભાઇ ભાંગી પડ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોએ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી અમીન્દર રામપ્રસાદ શાહ પહેલા આ જ મકાનમાં નીચેના ભાગે રહેતો હતો અને મૃતક યુવતી અને તેનો પરિવાર ઉપરના માળે રહેતો હતો. બપોરે યુવતીની બૂમાબૂમ સંભળાતા જ લોકો દોડી આવ્યા હતા. દરમિયાન આરોપી અમીન્દર રામપ્રસાદ શાહ દાતરડું લઇને ભાગવા જતો હતો પણ લોકોએ તેને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો.
Published by:Ashish Goyal
First published:July 09, 2020, 18:09 pm

ટૉપ ન્યૂઝ