ફરી ગેરહાજર નહીં રહેવાની બાંહેધરી બાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યાં


Updated: January 22, 2020, 9:17 PM IST
ફરી ગેરહાજર નહીં રહેવાની બાંહેધરી બાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યાં
રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલની ધરપકડ

હાર્દિકે તથા તેના વકીલે  કોર્ટને બાંહેધરી આપી છે  કે  બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ કરે અને કોર્ટની તમામ મુદ્દતોમાં હાજર રહી કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપશે.

  • Share this:
અમદાવાદઃ  પાટીદાર અનામત આંદોલન 2015ના રાજદ્રોહ કેસમાં (sedition case) હાર્દિક પટેલના (hardik Patel) જામીન (bail) મંજૂર થયા છે. સેશન્સ કોર્ટે (Sessions Court) હાર્દિક પટેલના 25000 હજારના બોન્ડ સાથે શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો છે.

હાર્દિકે તથા તેના વકીલે  કોર્ટને બાંહેધરી આપી છે  કે  બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ કરે અને કોર્ટની તમામ મુદ્દતોમાં હાજર રહી કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપશે. કોર્ટમાં હાર્દીક દ્વારા આપવામા આવેલ અંડરટેકીંગને ગ્રાહ્ય રાખતા કોર્ટે  રાજદ્રોહ કેસમા હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ-આ શિક્ષિકાના વીડિયો ઉપર શાહરુખ ખાન મોહી ગયો, ટ્વિટર ઉપર કરી મોટી જાહેરાત

તો બીજી તરફ, હાર્દિકના વકીલે પણ કોર્ટને બાંહેધરી આપી છે  કે, બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ થાય. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. હાઈકોર્ટની સૂચના હોવા છતાં વાંરવાર તે કોર્ટમાં ગેરહાજર રહેતો હતો એવું સેશન્સ કોર્ટનું અવલોકન હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદથી મુંબઈ રૂટની તેજસ ટ્રેન મોડી પડી, મુસાફરો આવી રીતે મેળવો વળતર

આ ઉપરાંત કેસમાં હાજર રહેવામાંથી મુક્તિની હાર્દિકે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી હતી. 18 જાન્યુઆરીના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સમયના મામલામાં હાર્દિકની ધરપકડ કરાઈ હતી.આ પણ વાંચોઃ-Amazonનો સૌથી મોટા સેલનો છેલ્લો દિવસ, માત્ર 49 રૂપિયામાં કરો શોપિંગ!

આ દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાલ સેશન્સ કોર્ટમાં ચાલે છે. ત્યારે કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા તેની ધરપડક કરવામાં આવી હતી. મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर