વાવાઝોડાના અસરગ્રસ્તઓ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર

વાવાઝોડાના અસરગ્રસ્તઓ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર
વાવાઝોડાના અસરગ્રસ્તઓ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી 40 પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી

  • Share this:
અમદાવાદ : આફત ક્યારેય કહીને આવતી નથી. આફત હંમેશા અણધારી જ આવે છે. ત્યારે ટાઉતેની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને અગમચેતીના પગલાં ના ભાગરૂપે વાવાઝોડાના અસરગ્રસ્તઓ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ જિલ્લા કલેક્ટરની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી 40 પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં ટાઉતેના સંભવિત વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ના પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને સત્વરે સારવાર મળી રહે. તેની અગમચેતીના ભાગરૂપે આ સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની દ્વારા ટ્રોમા સેન્ટરમાં અલાયદા બે વોર્ડ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેમાં 40 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આકસ્મિક સારવાર મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ પણ વાંચો - Tauktae Cyclone : ટાઉતે વાવાઝોડા સંદર્ભે ખેડૂતોએ પાકના રક્ષણ માટે શુ કરવું?

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને ટાઉતે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા પણ 500થી વધુ હોસ્પિટલમાં સમસ્યા સર્જાય તે પહેલા જ એલર્ટ કરી દેવાઈ છે. હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાય તેવા સમયે જનરેટરમાં ડીઝલ સહિત વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તેની ખાતરી કરવા સૂચના અપાઈ છે. આ પુરવઠો 3 દિવસ સુધી ચાલે તે માટે અને ફાયર સેફટીના સાધનો સજ્જ રાખવા અને દવાઓનો પૂરતો જથ્થો રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 3500થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે તેઓને કોઈ સારવારમાં મુશ્કેલી ન સર્જાય તેનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ટાઉતેનો ખતરો દરિયાકાંઠાના વિસ્તારોમાં તો તોળાઈ રહ્યો જ છે સાથે 150થી 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યારે આવી પડેલી આ આફત સામે પહોંચી વળવા અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાંથી જો અસરગ્રસ્તોને સારવાર આપવાની ફરજ પડે તો આ પ્રકારે સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
Published by:Ashish Goyal
First published:May 17, 2021, 18:52 pm

ટૉપ ન્યૂઝ