અમદાવાદ : રાજ્યના આરોગ્ય વિભાગમાં ( Health Department)આજકાલ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. કારણ કે હજુ તો હાલમાં અચોક્કસ મુદ્દતની હડતાળ (Strike)પર ગયેલા રેસિડેન્ટ ડોકટર્સને (Resident Doctors)મનાવવામાં આરોગ્ય વિભાગ સફળ રહ્યું છે, સૌ ડોકટર્સને (Doctors)કામે લગાડ્યા. ત્યા હવે સિનિયર ડોકટર્સ પોતાની પડતર માંગણીઓનું લિસ્ટ લઈ મેદાને પડ્યા છે. તેમણે હવે આગામી 13 ડિસેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે. બીજે મેડિકલ કોલેજમાં (BJ Medical College)યોજાયેલી સિનિયર ડોકટર્સની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
રાજયની સરકારી મેડિકલ કોલેજના સિનિયર તબીબોની પોતાની 16 અલગ-અલગ માંગણીઓ મામલે કોઈ નિરાકરણ નહીં આવતા આગામી 13 ડિસેમ્બરથી અલગ-અલગ પાંચ સંગઠનના રાજ્યના અંદાજે 10 હજાર ડોકટર્સ હડતાળ પર જશે. છેલ્લા કેટલાક દિવસથી સિનિયર તબીબો કાળી પટ્ટી પહેરી, હોસ્પિટલમાં રેલી કાઢી સરકાર સમક્ષ પોતાની નારાજગી દર્શાવતા જ હતા પણ સરકારના પેટનું પાણી ન હાલતા આખરે હવે સિનિયર ડૉક્ટર્સએ પણ હડતાળ પર જવાનું શસ્ત્ર ઉગામયુ છે.
ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. રજનીશ પટેલે જણાવ્યું કે સિનિયર ડોકટર્સના પાંચ સંગઠનો મળી કુલ 10 હજાર ડોકટર્સ હડતાળ પર જશે. તમામ ડિસ્ટ્રિક્ટ મેડિકલ કોલેજમાં CHC, PHC માં આ હડતાળ થશે. 2012થી સેવા વિનિયમિત કરવી, તબીબોની એડહોક સેવા સળંગ ગણવી, તબીબોએ કોરોના વોરિયર તરીકે સેવા કરી જેમાં 30 તબીબો રિટાયર્ડ થયા જેમાં 2ના મોત થયા પણ આ રિટાયર્ડ તબીબોને પેન્શન મળ્યું નથી. આવી અલગ અલગ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. ડોકટર્સ દ્વારા અગાઉ આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. પણ છતાં ડૉક્ટર્સને માત્ર આશ્વાસન સિવાય કશું મળ્યું નથી. જેના કારણે હવે ડૉક્ટર્સની ધીરજ ખુટી છે.
મહત્વનું છે કે પાછલા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં હડતાળના કારણે દર્દીઓ માટે અવ્યવસ્થા સર્જાઈ હતી. તેવામાં ફરી એકવાર સિનિયર ડોકટર્સે હડતાળની જાહેરાત કરતા દર્દીઓની તકલીફ વધવાની છે એ નક્કી છે. સિનિયર ડૉક્ટર્સની હડતાળમાં ઓપરેશનો અને સર્જરીઓ અટવાઈ પડે તો નવાઈ નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર