Home /News /madhya-gujarat /

મોદીને અપશબ્દો કહેવા બદલ મણિશંકર ઐયરને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદેથી કર્યા સસ્પેન્ડ

મોદીને અપશબ્દો કહેવા બદલ મણિશંકર ઐયરને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદેથી કર્યા સસ્પેન્ડ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી મણિશંકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મહિતી કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ ટ્વીટ કરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, મણીશંકર ઐયરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નીચ કહી સંબોદ્યા હતા, જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. મણીશંકર ઐયરના આ નિવેદનને લઈ તેમને ભાજપ તથા કોંગ્રેસ તરફથી આલોચના સહન કરવા પડી છે. મણિશંકર ઐયરના આ નિવેદનની ખુદ કોંગ્રેસ દ્વારા પણ નીંદા કરવામાં આવી છે

જોકે, મણિશંકરે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું કોંગ્રેસનો ઔપચારિક પ્રવક્તા નથી, મે નીચ કહ્યું તે વાત હું કબુલું છું, પરંતુ, નીચ શબ્દનું ખોટુ અર્થઘટન કરાયું, હું હિન્દી ભાષી નથી, LOW શબ્દનો હિન્દીમાં ઉપયોગ કરવા માગતો હતો, અંગ્રેજીમાં LOW શબ્દનો અનુવાદ નીચ કર્યો, તેમને નીચ કહેવાનો મારો ઈરાદો ન હતો,મણિશંકર ઐયરે ખોટા શબ્દના ઉપયોગ માટે માફી માગી હત
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, Mani Shankar Aiyar, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ

આગામી સમાચાર