Home /News /madhya-gujarat /

અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યા, લોહીના ખાબોચિયા ભરાયા, મર્ડર પહેલા દાગીના ખરીદવા માટે ફોન કરનાર કોણ?

અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યા, લોહીના ખાબોચિયા ભરાયા, મર્ડર પહેલા દાગીના ખરીદવા માટે ફોન કરનાર કોણ?

અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યા (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Murder- ઘાટલોડિયા બાદ હવે સાબરમતીમાં સિનીયર સિટીઝનની હત્યા

અમદાવાદ : શહેરમાં (Ahmedabad Murder)ઘાટલોડિયા બાદ હવે સાબરમતીમાં સિનીયર સિટીઝનની હત્યા (senior citizen Murder in Sabarmati)થઈ હોવાની ઘટના સામે આવી છે. હત્યા (Murder)થતા ફરી એક વાર પોલીસની સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. એક વૃદ્ધ કોઈ યુવકને મદદ કરવા જૂના ઘરે આવ્યા અને હત્યા થઈ છે. પોલીસે (police)તપાસ કરી તો વૃદ્ધની સોનાની ચેઇન, મોબાઈલ અને વાહન પણ ગાયબ છે. બીજી તરફ વૃદ્ધ જૂના મકાને કોઈને મળવા આવ્યા, કોની કોની સાથે સંબંધો હતા જેવી દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.

મૂળ ત્રાગડ ખાતે રહેતા 65 વર્ષીય દેવેન્દ્ર ભાઈ રાવત પત્ની સાથે રહેતા હતા. તેઓ એક કંપનીમાંથી નોકરી કરી હાલ નિવૃત જીવન ગુજારતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ તેમના જૂના ઘરે ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. જોકે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતા તેઓની પત્નીએ તપાસ કરી હતી. તપાસ કરી તો જૂના ઘરમાંથી લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી છે. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘા ના નિશાન મળી આવ્યા છે. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું.

આ પણ વાંચો - અમદાવાદનો ગજબ ચોર, ચોરી કરવા શરૂ કર્યો ડાયટ પ્લાન અને પછી...

દેવેન્દ્ર ભાઈ રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી અચેર બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નીકળ્યા હતા આ પહેલા તેમના જૂના મકાને ગયા હતા. જ્યાં તેમની હત્યા થઈ હતી. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. પણ એક વૃદ્ધને કોઈ યુવક ફોન કેમ કરે જેવી શંકાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે જાણી શકાયું નથી કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે. જે ફોન કરનાર વ્યક્તિ હતો તેના પર પોલીસની પ્રબળ શંકા જોવા મળી છે. ત્યારે હકીકત શું છે તે જાણવા પોલીસ કામે લાગી છે.

આ પણ વાંચો - અમદાવાદ : સગા મામા-ભાણિયાની એવી કરતૂતો કે જેલ જવાનો વારો આવી ગયો, મામાએ ખોટા કામ રોકવાના બદલે આપ્યું પ્રોત્સાહન

એક તરફ પોલીસના સુરક્ષાના દાવા બીજી તરફ સિનીયર સિટીઝન માટે શી ટીમ રેકોર્ડ રાખી તેઓની કાળજી રાખી રહી હોવાની પોલીસની આ વાતો ક્યાંક કાગળ પર રહી હોવાનું લાગી રહ્યું છે. પોલીસ માત્ર પોતાની વાહવાહી બતાવવા જ આ પ્રોજેકટ ઉભા કરી કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વૃદ્ધની હત્યા કોણે કરી અને કયા કારણોસર આ હત્યા કરાઈ તે મામલે શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટની સાથે અન્ય કોઈ સંબંધ હોવાની શક્યતા પર પણ પોલીસ તપાસ કરી રહી છે અને હાલ ચાર પાંચ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરાઇ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, ગુનો, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन