Home /News /madhya-gujarat /

વાઇબ્રન્ટ ગુજરાતમાં “મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ” વિષય પર સેમિનાર યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાતમાં “મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ” વિષય પર સેમિનાર યોજાશે

લાંબા સમયથી ચાલી રહેલો જે પ્રોજેક્ટ ઝડપી પુરો થાય જેની અમદાવાદીઓ, ગુજરાતવાસીઓ સહિત મોદી સરકાર કાગની ડોળે રાહ જોઈ રહી હતી તે સમય હવે નજીક આવી ગયો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો રેગ્યુલર રન માર્ચ મહિનામાં શરૂ થઈ જશે. આ મુદ્દે ખુદ મેટ્રો પ્રોજેક્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત દેશનું સૌથી પ્રગતિશીલ અને વિકસિત રાજ્ય છે. વર્ષ -2011 ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની કુલ વસ્તી 6.04 કરોડ છે,

  વેપાર અને વાણિજ્ય ગુજરાતીઓના ડીએનએમાં રહેલાં છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સબળ નેતૃત્વમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આભને આંબી રહ્યો છે. શહેરોની સાથે ગામડાનો પણ સર્વાંગી વિકાસ એ ગુજરાતના વિકાસ મોડેલની આગવી વિશેષતા છે. આ વખતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાના શહેરોના વિકાસની ગાથા સાથે શહેરીકરણની ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવતીકાલની વ્યવસ્થા માટે આજે વિચારવાના અભિગમ સાથે તજજ્ઞો વિચાર વિમર્શ કરશે.

  ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને 'મોબિલીટી લેડ અર્બન ડેવલપમેન્ટ' પર સેમિનાર અને લેક્ચર સિરીઝનું આયોજન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દ્રિતિય દિવસે કરાશે.

  શહેરી વિકાસ અને આવાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પૂરીએ આ સંદર્ભે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરી વિકાસ અંગેના સેમિનારના માધ્યમથીઝડપથી વિકસી રહેલા શહેરોમાં વિકાસની તકોને જાણવી અને પડકારોની શોધકરી તેનો ઝડપી ઉકેલ લાવવા તજજ્ઞો વચ્ચે વિચાર-વિમર્શ થશે.શહેરોને વધારે રહેવાલાયક અને માણવાલાયક બનાવવા માટે શહેરમાં સ્થળાંતર કરીને આવેલા લોકોને યોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી છે.શહેરોને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે પણ સમૂહ ચિંતન કરવામાં આવશે. આ માટે અદ્યત્તન ટેક્નોલૉજીનો ઉપયોગ, પાર્કિંગની સમસ્યાનો ઉકેલ, વ્હીકલનું શેરીંગ, ઈલેક્ટ્રીક વ્હીકલના ઉપયોગથી શહેરના પર્યાવરણને સ્વચ્છ બનાવી વધારે રહેવાલાયક બનાવી શકાશે તેમજ તેનાથી નાગરિકોના સ્વાસ્થ્ય, સલામતીમાં પણ વધારો થશે."

  ‘મોબિલિટી લેડ ડેવલપમેન્ટ’વિષય પર કાર્ય કરવા માટે અનેકવિધ ક્ષેત્રોમાં કામગીરી હાથ ધરવી પડશે. શહેરોમાં પરિવહનની સુવિધાઓનો વ્યાપ વધારવા, જમીન ઉપયોગ અને ગૃહના નિર્માણ અંગેના આયોજન પર ભાર મૂકવાથી શહેરી નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં મદદ મળશે. "મોબિલીટી લેડ અર્બન ડેવલપમેન્ટ" અભિગમથી ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગ, સંબંધિત નીતિઓ અને અમલીકરણ ઉપર ભાર મૂકવો પડશે. આવા અભિગમથી શહેરોને વધારે સુરક્ષિત અને સુવિધાસભર બનાવવામાં મદદ મળી રહેશે.

  સમિટ દરમિયાન ‘હોલિસ્ટીક એપ્રોચ ટુ અર્બન મોબિલીટી’અને ‘રોલ ઓફ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ફોર હાઉસિંગ’વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો શહેર તરફ લોકોના સ્થળાંતર અંગે શહેરી વિકાસના વિવિધ પાસાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરશે, જેમાં શહેરી આયોજન, શહેરી વિકાસ,સર્વસમાવેશક વિકાસ, તમામને પોષાય તેવા આવાસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન,મલ્ટી મોડલ પરિવહન વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.

  ગુજરાત દેશનું સૌથી પ્રગતિશીલ અને વિકસિત રાજ્ય છે. વર્ષ -2011 ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની કુલ વસ્તી 6.04 કરોડ છે, જેમાંથી 2.57 કરોડ લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે.ગુજરાતની અંદાજિત 43% વસ્તી શહેરો અને નાના નગરોમાં રહે છે, જે સૂચવે છે કે રાજ્યનો વર્તમાન શહેરીકરણનો દર રાષ્ટ્રીય સરેરાશ 31.16% કરતાં ઘણો વધારે છે.

  રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોના બાહ્ય વિસ્તારોમાં વધી રહેલી વસતીના અંદાજ પ્રમાણે ગુજરાતની શહેરી વસ્તી 2011 માં 2.57 કરોડ (25.7 મિલિયન) થી 2021 માં 3.40 કરોડ (34.00 મિલિયન) સુધી વધશે તેવી ધારણા છે. રાજ્યની કુલ વસ્તીના 47% જેટલા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે. આ આંકડો સૂચવે છે કે ગુજરાતને વર્તમાન સ્તરની સેવાને જાળવવા માટે શહેરી વિસ્તારોમાં દર વર્ષે વધારાના 1 મિલિયન લોકોને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પ્રદાન કરવી પડશે.

  આ સેમિનારમાં સંભવતઃ ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પૂરી સંબોધન કરશે. ગૃહ અને શહેરી બાબતોના સચિવ દુર્ગા શંકર મિશ્રા પણ ભાગ લેશે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Mass Transportation, Urban Mobility Plan, Vibrant Gujarat

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन