અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ત્રણ કેદીની એક સેલ્ફી વાયરલ થતાં તપાસનો ધમધમાટ


Updated: May 29, 2020, 2:22 PM IST
અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ત્રણ કેદીની એક સેલ્ફી વાયરલ થતાં તપાસનો ધમધમાટ
ત્રણ કેદીની સેલ્ફી વાયરલ.

સેલ્ફીમાં દેખાઈ રહેલા ત્રણ કેદીમાંથી બે કેદીમાંથી હાલ જામીન પર બહાર છે, જ્યારે એક કેદી જેલમાં જ બંધ છે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic) વચ્ચે અમદાવાદની મધ્યસ્થ જેલ (Ahmedabad Central Jail)માંથી એક સેલ્ફી વાયરલ થઈ છે. જે બાદમાં જેલ તંત્રએ પણ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. જેલમાંથી લેવામાં આવેલી આ સેલ્ફીમાં દેખાતા ત્રણ આરોપીમાંથી એક આરોપીએ 26મી મેના રોજ આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર અપલોડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે જેલમાંથી જામીન પર બહાર આવેલ આકાશ નામના એક યુવકે આ ફોટો મૂક્યા હોવાની વાત સામે આવી છે. સેલ્ફીમાં ત્રણ આરોપી નજરે પડી રહ્યા છે. આ ત્રણમાંથી એક આરોપી હાલ પણ જેલમાં છે અને બે જામીન પર જેલ બહાર છે. આ સેલ્ફી લઈને હવે જેલ તંત્ર પણ કાર્યવાહી શરૂ કરી છે.

આકાશ પરિહાર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે જ્યારે જેલના અધિકારી ડી.વી. રાણા સાથે વાત કરી તો તેમને જણાવ્યું છે કે, ફોટો સેન્ટ્રલ જેલનો છે, પરંતુ તે નવેમ્બર મહિનાનો છે. આરોપીએ જેલમાંથી આ ફોટો પોતાના સાગાને મોકલી આપ્યો હતો. આકાશ જેલમાંથી જામીન પર બહાર આવ્યો ત્યાર બાદ તેને આ ફોટો મૂક્યો હોઈ શકે છે.

આ પણ વાંચો : સુરત : લૉકડાઉનમાં આર્થિક ભીંસ વધતા કાપડ દલાલનો આપઘાત

હાલ આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે તેમજ પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે જેલમાં આ આરોપીઓ પાસે મોબાઈલ કંઈ રીતે પહોંચી જાય છે? બીજું મોબાઇલથી સેલ્ફી લેવામાં આવી છે તેનો મતલબ એવો થાય કે આ ફોન બેઝિક ફોન નહીં પરંતુ આધુનિક ફિચર ધરાવતો ફોન હોવો જોઈએ. આ મામલે અનેક શંકા જન્મી રહી છે.
First published: May 29, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading