આત્મવિલોપનનો વિરોધ: ક્યાંક આગચંપી તો ક્યાંક મહિલાઓ દ્વારા થાળી વગાડી વિરોધ

News18 Gujarati
Updated: February 18, 2018, 2:20 PM IST
આત્મવિલોપનનો વિરોધ: ક્યાંક આગચંપી તો ક્યાંક મહિલાઓ દ્વારા થાળી વગાડી વિરોધ
કારમાં આગચંપી

  • Share this:
દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરના પાટણમાં આત્મવિલોપન પછી દલિત સમાજનો રોષ ભભૂક્યો છે. આજે સવારે દલિત નેતા જિગ્નેશ મેવાણીની અટકાયત કરાતા આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની છે. ગાંધીનગર ઉપરાંત પાટણ,બનાસકાંઠા, ઊંઝા, ગોંડલ, જૂનાદઢ, વેરાવળમાં ઠેર ઠેર દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ મામલે સરકારે સમાધાનના પ્રયત્નો તેજ કર્યા છે. સરકારે દલિત સમાજની માંગળીઓ અંગે ભાનુભાઈના વેવાઈ ભીખાભાઈને મધ્યસ્થી બનાવીને વાટઘાટ ચાલું કરી છે.

અસામાજિક તત્વોએ બાઈક સળગાવી


અમદાવાદમાં પણ આ આગની જ્વાળાની અસર થઈ છે વાડજમાં એક ટોળાએ કાર અને બાઈકમાં આગ ચાંપી દીધી હતી.

કારમાં આગચંપી


જેના પગલે પોલીસે 17 લોકોની અટકાયત કરી છે.ચાણસ્મા, સિધ્ધપુર અને પાટણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ચાણસ્મામાં મહેસાણા-રાધનપુર હાઈવે ચક્કાજામ કરાયો છે.સિધ્ધપુરમાં હાઈવે નં 8 પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. દલિત સમાજ દ્વારા સિદ્ધપુરમાં દેથડી 4 રસ્તા પર હાઇવે બ્લોક કરાયો છે.વાહનોની 1 કીમી લાંબી કતારો લાગી છે. પાટણમાં મહિલાઓએ પણ થાળી વેલણ વગાડીને કરાયો વિરોધ છે તેમની માગ છે કે જિગ્નેશ મેવાણીને મુક્ત કરવામાં આવે.તેમણે આ વિરોધમાં હાઈવે પર ટાયર સળગાવ્યાં છે અને ચીમકી આપી છે કે મેવાણીને છોડવામાં નહીં આવેતો પરીણામ ભોગવવા સરકાર તૈયાર રહે.
First published: February 18, 2018, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading