અમદાવાદ : કાર ભાડે આપતી કંપનીને ચૂનો ચોપડવાનું કૌભાંડ, રાજસ્થાનનો ગઠિયો ગાડી ઉપાડી ગયો, GPS પણ કાઢી નાખ્યું

અમદાવાદ : કાર ભાડે આપતી કંપનીને ચૂનો ચોપડવાનું કૌભાંડ, રાજસ્થાનનો ગઠિયો ગાડી ઉપાડી ગયો, GPS પણ કાઢી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના હાંસોલ પાર્કિંગમાંથી રેન્ટ કરેલી કારનું GPS કાઢી નાખવામાં આવ્યું, છેલ્લું લૉકેશન રાજસ્થાનના શિરોહીનું આવ્યું. આ શખ્સના નામથી મહારાષ્ટ્રમાંથી પણ ગાડી બુક કરવામાં આવી હતી

  • Share this:
અમદાવાદ: એક ખાનગી કંપની સેલ્ફ ડ્રાઇવ માટે કાર (Ahmedabad) ભાડે આપે છે. આ કંપનીના એક ઓફિસરે પોલીસ ફરિયાદ (Police Complain) નોંધાવી છે કે એક દિવસ માટે કાર ભાડે લઈ જનાર વ્યક્તિએ કાર પરત આપી ન હતી. ત્યારે કંપનીના જ કર્મચારીઓ દ્વારા તપાસ કરાતા આ શખ્શે ડોક્યુમેન્ટ વોટ્સએપ (WhatsApp) કર્યા હતા તે જ ડોક્યુમેન્ટ પર મુંબઈમાં પણ અનેક કાર બુક કરવામાં આવી હતી અને તે પણ પરત આપવામાં આવી ન હતી. જોકે ઠગાઈ કરનાર શખસ રાજસ્થાનનો હોવાનું સામે આવતા હવે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાસે રહેતા પ્રતીકકુમાર મિશ્રા એક  પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફ્લિટ એક્ઝિક્યુટીવ તરીકે બે વર્ષથી નોકરી કરે છે. આ કંપનીની ઓફિસ 100 ફૂટ રીંગ રોડ પર આવેલી છે. તેમની કંપની ગ્રાહકોને ભાડે સેલ્ફ ડ્રાઇવિંગ માટે ફોરવ્હિલ ગાડીઓ આપે છે અને આ કંપનીનું પાર્કિંગ હાંસોલ પાસે આવેલું છે.આ પણ વાંચો : અમદાવાદ : નવા વર્ષની લોહિયાળ શરૂઆત, રિંકુ ઉર્ફે 'ટમાટરે' કરી 'બાબા'ની હત્યા, છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

ગત તા. 16 ડીસેમ્બર ના રોજ કંપનીની એપ્લિકેશનમાં પુણેના અમિત જાદવ નામના વ્યક્તિએ એક સ્વીફ્ટ કાર એક દિવસ માટે બુક કરાવી હતી. ત્યારબાદ આ ગ્રાહક ગાડી લેવા માટે કંપનીના હાંસોલ ખાતેના પાર્કિંગ ઉપર આવ્યા હતા. જેથી નિયમ મુજબ ગ્રાહકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ આધાર કાર્ડ ચેક કરી કંપનીના એક્ઝીકયુટીવ રામકુમારએ ગાડી તેઓને આપી દીધી હતી. 17 ડિસેમ્બરના રોજ આ ગાડી પરત સોંપી ન હતી અને સમય પૂરો થવા છતાં ગ્રાહક ગાડી લઈને આવ્યો ન હતો.

જેથી તેઓએ ગ્રાહકના મોબાઈલ પર ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી ગાડીમાં લગાડેલું જીપીએસ સિસ્ટમ ચેક કરતાં તે સિસ્ટમ પણ ગાડીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું અને તેનું છેલ્લું લોકેશન રાજસ્થાનના શિરોહીનું આવતું હતું.

જેથી કંપનીનો એક કર્મચારી રાજસ્થાનનો હોવાથી ખાનગી રાહે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કંપનીની ગાડી ભાડે લઈ જનારનું સાચું નામ ખીવરાજ ઉર્ફે હેપ્પી ગોદરા છે અને તે રાજસ્થાનના જોધપુર નો રહેવાથી છે. આ શખ્સે જે ડોક્યુમેન્ટ ગાડી ભાડે લઈ જવા માટે આપ્યા હતા તે જ ડોક્યુમેન્ટ ઉપર મુંબઈ ખાતે પણ ગાડીઓ ભાડે લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો :  સુરત : કતારગામના 79 વર્ષના કારખાનેદાર હનીટ્રેપમાં ફસાયા, મહિલા રૂમમાં પાણી લઈને આવી અને પછી...

જોકે તે ગાડીઓ પરત આવી ન હતી. જે બાબતે કંપનીએ બોમ્બે ખાતે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે તપાસમાં મુંબઈ પોલીસ રાજસ્થાન ગઈ હતી ત્યારે તે ગાડીઓ પણ ત્યાંથી મળી આવી હતી અને હાલમાં આ ગાડીઓ મટોડા પોલીસ સ્ટેશન રાજસ્થાન ખાતે પડી હોવાનું કંપનીના રાજસ્થાનના કર્મચારી મારફતે જાણવા મળ્યું હતું.

જેથી પ્રતીકકુમારે આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે. જોકે આ શખસ પકડાયા બાદ ગાડીઓ ભાડે લઈ જઈ પરત ન આપવાનું એક મસમોટું કૌભાંડ પણ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે.
Published by:Jay Mishra
First published:January 03, 2021, 06:58 am

ટૉપ ન્યૂઝ