અમદાવાદના યુવાઓનું અનોખું અભિયાન, અભયમ મિશન હેઠળ યુવતીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

અમદાવાદના યુવાઓનું અનોખું અભિયાન, અભયમ મિશન હેઠળ યુવતીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ
અમદાવાદના યુવાઓનું અનોખું અભિયાન, અભયમ મિશન હેઠળ યુવતીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

અત્યાર સુધીમાં 150થી વધુ યુવતીઓ અને મહિલાઓને મફતમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોલેજના યુવાનોના એક ગ્રૂપે યુવતીઓ અને મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા મિશન અભયમ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 150થી વધુ યુવતીઓ અને મહિલાઓને તેમની સાથે જોડી મફતમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી છે. ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં હાથરસની બળાત્કારની ઘટના બાદ અમદાવાદના એલ. જે. યુનિવર્સિટીના વિદ્યાર્થી જપન રાવલે પોતાના યુવા મિત્રો સાથે મળીને મિશન અભયમ અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમણે યુવતીઓ અને મહિલાઓને નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ અને સાયબર સિક્યુરિટીની તાલીમ આપવાનું શરૂ કર્યું છે.

આ ગ્રૂપે અત્યારે 150થી વધુ યુવતીઓ અને મહિલાઓને તાલીમ આપી છે. યુવતીઓને અપાઈ રહેલી સેલ્ફ ડિફેન્સની તાલીમ એટલા માટે ખાસ છે કારણ કે આજના સમયની તે માંગ છે. અવારનવાર મહિલાઓ પર અત્યાચાર, બળાત્કારની ઘટનાઓ અને યુવતીઓની છેડતીના કિસ્સાઓ બનતા રહે છે તેવામાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આ યુવતીઓને માનસિક અને શારિરીક રીતે મજબૂત કરશે.આ પણ વાંચો - અમદાવાદ : રિક્ષામાં મુસાફર બેસાડી લૂંટ કરતી બબલુ ગેંગ ઝડપાઈ, જાણો કેવી રીતે બબલુ ગેંગ નામ પડ્યું

યુવતીઓને તાલીમ આપનાર ગ્રૂપના સભ્ય જપને જણાવ્યું હતું કે દરરોજ ન્યૂઝ પેપર, ચેનલમાં મહિલાઓની છેડતીના બળાત્કારાના કેસ જોવા મળે છે. આવી ઘટનાઓ સામે કોઈ પગલા ભાગ્યે જ લેવાય છે. યુવતીઓને અમે એવી સમજણ આપીએ છીએ કે આપણી કોઈ મદદ કરે તે પહેલા આપણે પોતાની મદદ કરવા આ તાલીમ લેવી જરુરી છે. આગામી જુલાઈ સુધીમાં એક હજાર યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું લક્ષ્ય છે.

યુવતીઓને કરાટેની તાલીમ આપતી ટ્રેનર ભાવન જણાવે છે કે કોલેજમાં જવા એકવાર કેટલાક અસામાજિક તત્વોએ છેડતીનો પ્રયાસ કર્યો ત્યારથી કરાટેની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું અને હવે અન્ય યુવતીઓને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે.
Published by:Ashish Goyal
First published:January 26, 2021, 22:18 pm

ટૉપ ન્યૂઝ