હાઈકોર્ટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ. ફી મામલે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો

News18 Gujarati
Updated: August 24, 2018, 7:05 PM IST
હાઈકોર્ટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ. ફી મામલે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો
ગુજરાત હાઇકોર્ટ ફાઇલ તસવીર

ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનીવર્સીટી સામે તે જ યુનીવર્સીટીમાં ભણતા એક વિધાર્થી દ્વારા રીટ પીટીસન કરવામા આવી છે.

  • Share this:
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનીવર્સીટીને તેના દ્વારા વિધાર્થીઓ પાસેથી લેવાતી ફી મામલે નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનીવર્સીટી સામે તે જ યુનીવર્સીટીમાં ભણતા એક વિધાર્થી દ્વારા રીટ પીટીસન કરવામા આવી છે. પીટીસનમાં એવી રજુઆત કરાઈ છે કે જીએફએસયુ દ્વારા મનઘ઼ડત રીતે વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવાય છે.. આ યુનીવર્સીટી 100 ટકા ગ્રાન્ટેડ છે તેમ છતા સરકારે પ્રોફેસનલ કોર્સ માટે નક્કી કરેલી 1500 રુપીયા ફી કરતા વધુ લાખો રુપીયા ઉઘરાવે છે.

સાથે સાથે સરકારે પણ અગાઉ 4-10-2017 એ ઠરાવ બહાર પાડ્યો અને ઠરાવ મુજબ જીએફએસયુને ફી કમીટીમાં મુક્તી આપવામા આવી હતી અને 11-05-2018 એ એક બીજો ઠરાવ બહાર પાડ્યો, જેમાં ફી કમીટીની સાથે એડમીશન કમીટીમાંથીમાંથી પણ મુક્તી આપવામા આવી હતી. જેથી આ બન્ને ઠરાવોને પણ હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામા આવ્યા છે. સાથે આ રજુઆતમાં અગાઉના એક જજમેન્ટ પણ ટાકંવામા આવ્યુ છે જેમાં પહેલા રક્ષાશક્તી યુનીવર્સીટી પણ પોતાની રીતે ફી ઉઘરાવતી હતી. જો કે હાઈકોર્ટે અગાઉ આપેલા એક ચુકાદા મુજબ યુનીવર્સીટીએ તેની 40 થી 50 હજાર ફીને 1500 રુપીયા કરી હતી. તે પણ ગ્નાન્ટેડ યુનીવર્સીટી છે અને હોમ વિભાગના અંડરમાં જ આવે છે, તો જીએફએસયુના વિધાર્થીઓને પણ ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનીવર્સીટી દ્વારા લેવાતી લાખો રુપીયા ફીમાંથી મુક્તી આપવામા આવે તેવી રજુઆત કરાઈ છે.

અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે, 4-10-17 અને 11-05-18ના સરકારના બન્ને ઠરાવને ચેલેન્જ કરવામાં આવ્યા છે અને એવી રજુઆત કરાઈ છે કે જે નક્કી થઈ છે ફી અને જે ઉઘરાવાઈ રહી છે તે ગેરકાયદેસર છે અને બીજી પ્રેયર એવી છે કે જીએફએસયુ 100 ટકા ગ્રાન્ટેડ યુનીવર્સીટી છે તો આવા સંજોગોમાં સરકારે નક્કી કરેલી રુપીયા 1500 ફી છે પ્રોફેસનલ કોર્સ એમઈ એમ ટેક માટે. તો અમારા કોર્સની ફી 1500 લેખે ગણી બાકીની જમા રકમ 9 ટકા વ્યાજ સાથે પરત આપવામા આવે અને પીટીસનનો ખર્ચ પણ આપવામાં આવે.
First published: August 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading