Home /News /madhya-gujarat /

અમદાવાદ: નરાધમ અડધી રાત્રે મહિલાના ઘરમાં ઘૂસી બીભત્સ કૃત્ય કરતા ઝડપાયો

અમદાવાદ: નરાધમ અડધી રાત્રે મહિલાના ઘરમાં ઘૂસી બીભત્સ કૃત્ય કરતા ઝડપાયો

આરોપી

વાડજ વિસ્તારમાં પરિવાર સાથે સુઇ રહેલી મહીલાની અડધી રાત્રે છેડતી થતાં ચકચાર મચી ગઇ, મહીલાના ચહેરા પર ચીકણો પદાર્થ નાંખતા જ તે જાગી ગઇ હતી, અને...

અમદાવાદ: એક તરફ રાજ્યમાં મહીલા સશક્તીકરણની વાતો વાગોળવામાં આવી રહી છે. તો બીજી તરફ મહીલાઓ પર થતાં અત્યાચારના બનાવોમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં એક નરાધમે ઘરમાં ઘુસીને નીંદર માણી રહેલી મહીલાની છેડતી કરી. જોકે મહીલાની સર્તકર્તાના કારણે આરોપી પોલીસના હવાલે થઇ ગયો છે.

વાડજ વિસ્તારમાં પરિવાર સાથે સુઇ રહેલી મહીલાની અડધી રાત્રે છેડતી થતાં ચકચાર મચી ગઇ છે. વાડજમાં એજ બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે કામ કરતાં અને એજ બિલ્ડીંગમાં રહેતા પરિવાર પર 23મી ફેબ્રુઆરીએ આફતના વાદળો ઘેરાયા હતાં. પરિવારની મહીલા ગાઢ નીંદ્રામાં હતી, ત્યાં જ તેના ચહેરા પર કોઇ વ્યક્તિએ ચીકણો પદાર્થ નાંખ્યો કે તરત જ મહીલા જાગી ગઇ અને જોયું તો સામે એક નરાધમ ઉભો હતો, જેણે મહીલા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો.

જોકે મહીલાએ તેના પતિને જાણ કરતાં જ આ નરાધમ ત્યાંથી પલાયન થવા ભાગ્યો હતો. પરંતુ મહીલાના પતિએ હિંમત દાખવીને નજીકના સિક્યુરીટી ગાર્ડની મદદથી તેને ઝડપી લીધો હતો, અને પોલીસના હવાલે કર્યો હતો.



આરોપી એટલો શાતિર હતો કે, જાણે કે અગાઉથી જ રેકી કરીને તે ઘરમાં ઘુસ્યો હોય તેમ પોતાની હરકતો સીસીટીવીમાં કેદ ન થાય તે માટે બિલ્ડીંગના સીસીટીવી કેમેરાનો વાયર કટ કરી દીધો હતો. પરંતુ અન્ય બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઇ હતી. જેમાં આ નરાધમ સતત અડધો કલાક કરતાં વધારે સમય ઘટનાસ્થળ પર દેખાઇ રહ્યો છે.

આરોપી વાડજનો રહેવાસી અને તેનું નામ રજનીકાંત ઉર્ફે બિલાડી વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: House, Security guard

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन