અમદાવાદ : ઢાળ પર પાર્ક કરેલો ટ્રક અચાનક સિક્યુરિટી ગાર્ડ પર ફરી વળ્યો

News18 Gujarati
Updated: September 11, 2019, 8:03 AM IST
અમદાવાદ : ઢાળ પર પાર્ક કરેલો ટ્રક અચાનક સિક્યુરિટી ગાર્ડ પર ફરી વળ્યો
તસવીર પ્રતિકાત્મક છે.

સિક્યોરિટી ગાર્ડ વહેલી સવારે ખુરશી પર બેઠા હતા ત્યારે બાજુમાં ઢાળ પર પાર્ક કરેલો ટ્રક તેમના પર ફરી વળ્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના પીપળજ રોડ પર આવેલી એક કંપનીના ગેટની બહાર સિક્યોરટી ગાર્ડ ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક પાર્ક કરેલી ટ્રક સામાનના કારણે પલટી મારતા આ ગાર્ડ પર પડી હતી. જેથી ગાર્ડ દબાઇ જતાં તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લાંભામાં રહેતા અનિલકુમાર મૌર્ય પીપળજ રોડ પરની દેવરાજ ઇન્ડસ્ટ્રીઝમાં એક કાપડની કંપનીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમની સાથે ભગવાન પાંડે પણ ગાર્ડ તરીકે નોકરી કરે છે. 10મી તારીખે બંને લોકો રાતના આઠથી સવારના આઠ વાગ્યા સુધી નોકરીએ હતા. ત્યારે સવારે પાંચ વાગ્યે ત્યાં ઢાળ પર પાર્ક કરેલો માલ ભરેલો ટ્રક અચાનક ભગવાનભાઇ પાંડે પર પડ્યો હતો.

ભગવાનભાઇ પાંડે ખુરશીમાં બેઠા હતા અને અચાનક ટ્રક તેમના પર જ પડતા તેઓ ખુરશી સાથે દબાઇ ગયા હતા. અનિલકુમારે ત્યાંના સત્તાધીશોને જાણ કરતા પોલીસ આવી હતી અને બેદરકાર ડ્રાઇવર મુકેશ ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर